અમદાવાદમાં જુમ્માની નમાઝ બાદ લોકો રોડ પર ધસી આવ્યા, પોલીસે કુનેહપૂર્વક મામલો થાળે પાડ્યો

| Updated: June 10, 2022 7:27 pm

અમુક વિસ્તારો બંધ પાળ્યો, નૂપુર શર્માની ધરપકડની માંગ અને તેનો વિરધો કરાયો, જોઇન્ટ સીપી ફુટ પેટ્રોલીંગ અને સમજાવટે અનિચ્છનિય બનાવ અટકાવ્યો

અમદાવાદ: ભાજપના નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના પડઘા દેશ સહિત રાજ્યના અમદાવાદ, વડોદરા અને સુરતમાં પણ જોવા મળ્યા હતા. અદમાવાદ મિર્ઝાપુરમાં જુમ્માની નમાઝ બાદ મોટી સંખ્યામા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. જોકે આ વિસ્તારોમાં પહેલેથી જ દુકાનો અને વેપાર રોજગાર બંધ રહ્યો હતો. જોકે પહેલેથી જ પોલીસે આ અંગે એલર્ટ હોવાના કારણે કોઇ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો. સેકટર-1ના જોઇન્ટ પોલીસ કમિસનર રાજેન્દ્ર અસારી સહિત મોટો કાફલો ઘટના સ્થળે હતો. ખુદ જોઇન્ટ કમિશનરે મુસ્લિમ આગેવાનો સાથે રહીને લોકોને સમજાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.
દેશ સહિત રાજ્યમાં ભાજપના નેતાં નૂપુર શર્માની મોહંમદ પયગંબર વિશેના કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના કારણે વિરોધ થયો છે. જેમાં અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં સેક્ટર-1ના જોઇન્ટ સીપી રાજેન્દ્ર અસારી અને તેમનો સ્ટાફ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તમામ વિસ્તારમાં બજારો બંધ હતા. દરમિયાનમાં જુ્મ્માની નમાઝ બાદ ટોળા રોડ પર આવી ગયા હતા. દરમિયાનમાં પોલીસ કર્મીઓ આ વિસ્તારમાં જ હાજર હોવાથી પોલીસે લોકોને સમજાવ્યા હતા.


બપોરે 12 વાગ્યા આસપાસ લાલ દરવાજા પાથરણા બજાર ચાલું હોવા છતાં પોલીસની હાજરીમાં અમુક લોકો બજાર બંધ કરાવી દીધું હતુ પરંતુ પોલીસ મુખપ્રેક્ષક બની બેઠી હતી. જોકે બાદમાં જોઇન્ટ સીપી બહાર નિકળતા પોલીસ હરકતમાં આવી ગઇ હતી. જોઇન્ટ સીપી રાજેન્દ્ર અસારીએ કુનેહપુર્વક આગેવાનોની હાજરીમા સમજાવી મામલો થાળે પાડી દીધો હતો અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તદેદારી રાખી હતી. ઉલ્લેખનીય છે કે, રથયાત્રાના નજીકમાં હોવાના કારણે ગાંધીનગર બેઠેલા ઉચ્ચ પોલીસ અધિકારી પણ શહેર સહિત રાજ્યમાં કોઇ ઘટના ન બને તે માટે ચિતીંત હતા.


ક્યા ક્યા રેલી અને દેખાવો થયા:

શહેરના દરિયાપુર, શાહપુર, ત્રણખુણીયા બગીચા, લાલ દરવાજા સહિતના વિસ્તારમાં જુમ્માની નમાઝ બાદ લોકોના ટોળા બહાર નિકળ્યા અને રેલી કાઢી નૂપુર શર્માનો વિરોધ કર્યો હતો. જોકે પોલીસે કુનેહપુર્વક મામલો થાળે પાડ્યો હતો. જોકે ઢાલગરવાડ, મિર્ઝાપુર, પાથરણા બજાર બંધ રહ્યા હતા અને તેના મેસેજ પણ અગાઉથી વાઇરલ થયા હતા.

ક્રાઇમ બ્રાંચ સહિતની પોલીસ ફોર્સ શહેરમાં એલર્ટ પર હતી, કોટ વિસ્તારમાં ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા. કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ, અન્ય પોલીસ ફોર્સ પણ રિઝર્વ રાખવામાં આવી હતી. કોટ વિસ્તારમાં મોટો પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સાથે પૂર્વ વિસ્તારમાં પણ સેકટર-2ના આઇજી ગૌતમ પરમાર સતત તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.

Your email address will not be published.