ઇશનપુર વિસ્તારમાં વહેલી સવારે પશુના ટુકડા મંદિર બહાર રોડ પર મળતા લોકોમાં ભારે રોષ, આરોપીને પોલીસે પકડી પાડ્યો

| Updated: August 5, 2022 9:09 pm

અમદાવાદ
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિરની બહાર શુક્રવાર વહેલી સવારે પશુના ટુકડા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શરૂઆતમાં ગૌવંશની કતલ કરીને કોઈ વ્યક્તિ તેને થેલામાં ભરી ફેંકી ગયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો અને તેની ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજના આધારે વટવા વિસ્તારમાં રહેતા મહંમદ ફૈઝાન શેખ (ઉ.વ 26)ની રખિયાલ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. આરોપીને ઇસનપુર પોલીસને સોંપ્યો હતો. ઇસનપુર પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલો આરોપી વટવા વિસ્તારમાં આવેલી છે. જમાલપુર વિસ્તારમાંથી પોતે મટન લઈને જતો હતો ત્યારે રસ્તામાં પડી જતાં ગભરાઈ ગયો હતો. તેને ત્યાં જ છોડી અને તે ભાગી ગયો હતો. હાલમાં આરોપીના કહેવા મુજબ ગૌવંશ નથી પરંતુ પાડાનું છે જોકે હાલમાં પોલીસ દ્વારા એફ.એસ.એલ.ની તપાસ કરાવવામાં આવી રહી છે.

સવારના સમયે મોટી સંખ્યામાં લોકો મંદિર પાસે ભેગા થઇ ગયા હતા અને આ રીતે પશુની કતલ કરનારા આરોપીને 24 કલાકમાં ઝડપી પાડવા માટે માંગણી કરવામાં આવી હતી. જોકે ક્રાઇમ બ્રાચે આરોપીને પકડી પાડ્યો હતો. આ ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરંતુ સ્થાનિક ડીસીપી સહિતના અધિકારીઓએ લોકોને સમજાવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવી રાખી હતી.

Your email address will not be published.