નરોડા રોડ પર ગાડી પર ચાર કેક મુકી તલવારથી કાપનાર યુવકને પોલીસે પકડી પાડ્યો, વિડીયો વાઇરલ થતાં ઘટના પ્રકાશમાં આવી

| Updated: August 5, 2022 9:00 pm

અમદાવાદ,
શહેરના સૈજપુર વિસ્તારમાં મોડી રાત્રે 4 કેક ટેપલ પર મુકી તલવાર વડે કાપવામાં આવી હતી. કેક તલવાર વડે કાપી તેનો વિડીયો વાઇરલ કરવામાં આવ્યો હતો. સૈજપુર વિસ્તારની ઘટના હોવાથી કૃષ્ણનગર પોલીસે ગુનો નોધી તલવાર વડે કેક કાપનાર શખસની ધરપકડ કરી હતી.

શહેરમાં છેલ્લા કેટલાય સમયથી તલવાર વડે કેક કાપવી, દારુ અને બિયરની છોળો ઉડાડવી ડીજી દ્વારા ડાન્સ અને જાહેર રોડ પર બર્થ ડે ઉજવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મોટા ભાગે અસામાજીક તત્વો દ્વારા પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે આવા કાર્યક્રમ થતા હોવાનું પોલીસ કહી રહી છે. દરમિયાનમાં શહેરના નરોડાનજીક આવેલા સૈજપુર બોઘા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક યુવક દ્વારા વાહન ઉપર 4 કેક મૂકીને તલવારથી તેને કાપવમાં આવી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. દરમિયનામાં ઉચ્ચ અધિકારીઓ પાસે આ વિડીયો પહોચતા સ્થાનિક પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. ક્રૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો વિડીયો હોવાથી પોલીસે કેક કાપનાર પ્રિતક સોલંકીને તેના ઘરેથી જ ઝડપી પાડ્યો હતો. પ્રતિક ડ્રાઇવિંગના વેપાર સાથે જોડાયેલો છે. પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.