પ્રવીણ રામ આપમાં જોડાયા

| Updated: June 29, 2021 6:33 pm

પાછલા ૫-૬ વર્ષમાં ગુજરાતના રાજકારણમાં ઘણાં નવ યુવા નેતાઓ ઉભરી આવ્યા છે, જેમાંનું એક નામ છે – પ્રવીણ રામ. તાજેતરમાં તેઓ અરવિંદ કેજરીવાલના નેજા હેઠળની આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. પ્રવીણ રામે પાછલા વર્ષોમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે નિયત વેતન માટે અવાજ ઉઠાવ્યો હતો. આ સિવાય પ્રવીણ રામે ખેડૂતો, બેરોજગાર યુવાનો, ફિક્સપગારદાર અને આશા વર્કર ના હિત માટે પણ લડત ચલાવી છે.

૨૦૧૭માં પ્રવીણ રામે જન અધિકાર મંચ નામની પાર્ટી હેઠળ વિધાનસભામાં ઝંપલાવ્યું હતું પરંતુ આશકીય સફળતા પ્રાપ્ત થયેલ નહિ, પ્રવીણ રામ પોતે ઉત્તર ગાંધીનગર અને કેશોદ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં પરંતું કારમી હાર થયેલ. ચૂંટણી પૂર્વે પ્રવીણ રામ કોંગ્રેસ પાર્ટી સાથે પણ જોડાવાની અટકળો હતી, જેતે સમયે તેઓ એ સમયના ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે પણ મુલાકાત યોજી હતી પણ યથાયોગ્ય નિષ્કર્ષ આવેલ નહિ અને આખરે આવતી ૨૦૨૨ ની ચૂંટણી પહેલા પ્રવીણ રામ સક્રિય રાજકારણમાં ફરી એકવાર ઉતરી રહ્યા છે અને આપ સાથે જોડાણ કેટલું કારગર નીવડે છે એતો આવનારો સમય જ દેખાડશે.

પાટીદાર અનામત આંદોલન પછી ગુજરાતના રાજકારણમાં જેટલા પણ યુવા નેતા થયા એ નેતાઓનો એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જેમાં પ્રવીણ રામ પર સૌથી વધુ પસંદગી ઉતરી આવી હતી, આમ જોતા તેઓ યુવા વર્ગમાં સારી પકડ ધરાવે છે અને આવનારા સમયમાં બેરોજગારી જેવા યુવાલક્ષી તથા કર્મચારી વર્ગોના મુદ્દાઓ સાથે સરકારનો આપના નેજા હેઠળ ઘેરાવ કરે તો એમાં નવાઈ નહીં.

Your email address will not be published.