બોલીવુડમાં કોરોનાનો પગ પેસારો, લતા મંગેશકર પણ કોરોનાની ઝપેટમાં

| Updated: January 11, 2022 2:13 pm

દેશભરમાં કોરોના ફરીથી કહેર મચાવી રહ્યો છે. ત્યારે, બોલીવુડ પણ કોરોનાના સંક્રમણથી બાકાત રહ્યું નથી. એક પછી એક સિતારાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે, બોલીવુડ ગાયિકા તેમજ ભારતરત્ન મેળવનાર 92 વર્ષીય “લતા મંગેશકર” પણ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હાલ તેમની તબિયત સારી છે. પરંતુ, તેમની ઉંમરને ધ્યાને રાખીને તેમને ડોક્ટરની સતત નજર હેઠળ રાખવામાં આવ્યા છે. મીના મંગેશકરની પુત્રી એટલે કે, લતા મંગેશકરની ભાણીએ બધાને પ્રાઇવસી જાળવવા અને લતાજી માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી છે.

આ ઉપરાંત બીજા પણ અનેક બોલીવુડ સિતારાઓ છે. જે, કોરોનાથી સંક્રમિત થયા છે અને હાલ હોમ આઇસોલેશનમાં છે. જેમાં, જાહન્વી કપૂર તથા તેમના પિતા બોની કપૂર, ખુશી કપૂર, કરીના કપૂર, અમૃતા અરોરા, મહિપ કપૂર, સીમા ખાન, શનાયા કપૂર, અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર-કરન બુલાની, અલાયા, જ્હોન અબ્રાહમ-પ્રિયા રૂંચાલ, નોરા ફતેહી, સ્વરા ભાસ્કર, રણવીર શૌરીનો દીકરો હારુન, રાહુર રવૈલ, શિલ્પા શિરોડકર, વિશાલ દદલાણી, બમન ઈરાનીનો દીકરો કયોઝ ઈરાની સામેલ છે. હૃતિક રોશનની એક્સ-વાઇફ સુઝાન ખાનને પણ કોરોનાના  નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે.

Your email address will not be published.