રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ: સ્માર્ટ મેનેજમેન્ટ વિરુદ્ધ અસ્પષ્ટ પ્રદર્શન

| Updated: June 11, 2022 6:49 pm

અંતે સ્માર્ટ મેનેજમેન્ટે જૂથવાદ, અહંકારની અથડામણો અને સાથી પક્ષો વચ્ચે સંકલનના અભાવને પછાડ્યો. રાજ્યસભાની 16 બેઠકો માટેની ચૂંટણીમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને હરિયાણામાં ભાજપ કોંગ્રેસ કરતો સારો દેખાવ કરવામાં સફળ રહ્યો.જેને શાસક પક્ષ ,ગઠબંધન સરકારો અને વિપક્ષ માટે શક્તિ પ્રદર્શન તરીકે રજુ કરાઇ હતી. ખાસ કરીને 2023 માં જે રાજ્યોમાં મતદાન થવાનું છે. રાજસ્થાનની ત્રણેય બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો જ્યારે બીજી બેઠક ભાજપે ગુમાવી હતી, જેના માટે સંખ્યાબળનો અભાવ હોવા છતાં તેણે પ્રયાસ કર્યો હતો અને એક અર્થમાં જયપુર જ કોંગ્રેસ માટે એકમાત્ર આશ્વાસન હતું.

કોંગ્રેસ અને ભાજપે આ પ્રક્રિયાઓને પડકારી અને લડાઈને ચૂંટણી પંચના દરવાજે લઈ જવાને કારણે સસ્પેન્સભર્યા મતદાનના મુખ્ય મુદ્દા શું છે?
પ્રથમ, કર્ણાટકમાં, જે મે 2023 માં મતદાન કરશે, તેમાં ત્રિકોણીય હરીફાઈ જોવા મળશે કારણ કે ઉપલા ગૃહની ચૂંટણીમાં કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) વચ્ચે જોડાણ માટે જે પણ સંભાવનાઓ હતી તેનો અંત આવ્યો હતો. કોંગ્રેસ અને જેડી (એસ) વચ્ચે આરોપો અને પ્રતિ-આરોપોની ઝડી વર્ષી હતી, જેમણે 2018 માં છેલ્લી વિધાનસભાની ચૂંટણી પછી તરત જ ભાગીદારી કરી હતી અને ગઠબંધન સરકાર બનાવી હતી.
ભાજપ  બંને પક્ષોના ધારાસભ્યોને દૂર કરવામાં સફળ થયા બાદ સરકાર અલ્પજીવી રહી હતી. ત્યારથી, અગાઉના ભાગીદારો એકબીજાથી દૂર થઈ ગયા હતા અને સમાધાનની સંભાવનાને નકારી કાઢી હતી. જોકે કોંગ્રેસ અને જેડી(એસ)ની અલગતા આગામી ચૂંટણીમાં ભાજપને મદદરૂપ થશે એમ કહેવું વહેલું હશે. કારણ કે બસવરાજ બોમ્મઈ સરકાર મુખ્યત્વે સત્તાના ભૂખ્યા લોકોનાં  કારણે સર્જાતા ગંભીર મુદ્દાઓથી ઘેરાયેલી છે, પરંતુ કોંગ્રેસને ભાગ્યે જ સારી  સ્થિતિમાં ગણવામાં આવે છે. રાજ્યસભાની ચૂંટણીના મેનેજમેન્ટે દર્શાવ્યું હતું કે કોંગ્રેસના કર્ણાટકના બે મોટા નેતાઓ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને કોઈ પણ વસ્તુ પર એકમત દેખાતા નથી.
નોંધનીય છે કે ઓગસ્ટ 2017માં ગુજરાતમાં રાજ્યસભાની ભારે રસાકસીભરી લડાઇમાં દિવંગત અહેમદ પટેલને જીતાડવા શિવકુમાર દેવદૂત તરીકે આવ્યા હતા અને કોંગ્રેસના નબળા ધારાસભ્યોને ભાજપ દ્વારા તોડવાથી બચાવ્યા હતા.તેમને બાદ કરતા શિવકુમારે કોંગ્રેસ માટે બીજી જીત મેળવી હશે. જેડી(એસ)ના બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું, જેમાં એક-એક મત ભાજપ અને કોંગ્રેસને ગયો હતો, જ્યારે એક અપક્ષ ધારાસભ્યએ પણ ભાજપના ત્રીજા ઉમેદવાર લહરસિંહ સિરોયાને મત આપ્યો હતો, જેઓ એક સમયે ભૂતપૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના નજીકના સહયોગી હતા. એક બેઠક માટે રમત રમનાર જેડી(એસ) ખાલી હાથે પરત ફરી હતી.
બીજું, રાજસ્થાનની ત્રણેય લક્ષિત બેઠકો જીતવી એક સિદ્ધિ હતી, કારણ કે ઉમેદવારો મુકુલ વાસનિક, રણદીપસિંગ સુરજેવાલા અને પ્રમોદ તિવારી રાજસ્થાનના નહોતા અને તેમને “બહારના લોકો’ તરીકે ગણવામાં આવતા હતા – મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના માટે એક મોટી રાહત મેળવી હતી. 2018માં કોંગ્રેસની સરકાર બની ત્યારથી ગેહલોત માટે રસ્તો સરળ ન હતો. ડેપ્યુટી સીએમ સચિન પાયલટ સાથેની તેમની દુશ્મનાવટ બધા જાણે છે. ગેહલોત માટે ત્રણેય ઉમેદવારો જીતે તે જરુરી હતું કેમકે તેઓ હાઈકમાન્ડના ઉમેદવાર છે.
વાસનિક મૂળે અસંતુષ્ટોના જી 23 કેબલનો ભાગ હતા, સુરજેવાલા કથિત રીતે રાહુલ ગાંધીની “નજીક” છે જ્યારે તિવારીની ઉમેદવારી મુખ્યત્વે તેમની પુત્રી આરાધના મિશ્રા મોનાને આભારી છે, જે પ્રિયંકા ગાંધી વાડ્રાની સહાયક છે. મોના ગત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની બેઠક જાળવી રાખનારા કોંગ્રેસનાં બે ધારાસભ્યોમાંથી એક છે. જેનો મુખ્ય શ્રેય સમાજવાદી પાર્ટીને જાય છે જેણે તેમની બેઠક રામપુર કોઇને મેદાનમાં ઉતાર્યા ન હતા. બીજી તરફ ભાજપને ઉલટફેરનો સામનો કરવો પડ્યો, કારણ કે તેના એક ધારાસભ્યએ કોંગ્રેસની તરફેણમાં  ક્રોસ વોટિંગ કર્યું હતું.
ત્રીજું, ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી) વચ્ચેનું ગઠબંધન અકબંધ છે. ભાજપ-જેજેપી તેમના એક ઉમેદવાર અને અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્મા કે જેઓ એક મીડિયા બેરોન હતા તેમની જીત સુનિશ્ચિત કરવામાં સફળ રહ્યા. કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર અજય માકન મતગણતરીમાં વિલંબ વચ્ચે હારી ગયા હતા, કારણ કે ભાજપે રિટર્નિંગ ઓફિસર સામે આરોપો મૂક્યા બાદ પુનઃગણતરીની માગણી કરી હતી. માકનની હારથી એ પણ બહાર આવ્યું કે હરિયાણામાં કોંગ્રેસના એકમાત્ર નેતા અને હજુ પણ જી-23ના સભ્ય એવા ભૂપિંદર સિંહ હુડ્ડાએ આ ચુંટણીમાં ખાસ રસ લીધો ન હતો. કોંગ્રેસ માટે ચિંતામાં વધારો એવી અટકળોથી ઉભો થાય છે કે દિવંગત ભજનલાલના વંશજ અને એક જ્ઞાતિના નેતા કુલદીપસિંહ બિશ્નોઇએ ક્રોસ વોટિંગ કર્યું હશે. બિશ્નોઇએ તાજેતરમાં જ કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે અને ભાજપને પણ આડે હાથ લીધી છે. ભૂતકાળમાં તેમનો ભાજપ સાથે થોડો સમય સંબંધ હતો. હરિયાણામાં કોંગ્રેસ માટે સારું વાતાવરણ નથી લાગતું.
મહારાષ્ટ્ર તે છે જ્યાં ભાજપે શિવસેનાને ત્રીજી બેઠક પર પછાડીને મોટો મીર માર્યો હતો. એમવીએ ગઠબંધનથી સત્તા ગુમાવવા સાથે હજુ પણ સમાધાન ન કરી શકનારા પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે જાણે વિધાનસભાની ચૂંટણી હોય તેમ ચૂંટણી લડી હતી. ભાજપનું માનવું છે કે છઠ્ઠી બેઠક પર સેનાના સંજય પવાર સામે ધનંજય મહાદિકનો વિજય આગામી એમએલસી અને મ્યુનિ.ચૂંટણીઓમાં તેની તકોને વધુ સારી બનાવશે. જ્યારે સેનાના સૂત્રોએ દાવો કર્યો હતો કે દરેક ચૂંટણી અલગ હોય છે અને તેને જે તે સંજોગોથી જોવામાં આવે છે જેને ભૂતકાળની જીત સાથે કોઈ લેવાદેવા નથી.

Your email address will not be published.