શું ધાર્મિક વિવિધતા ભારત ની તાકાત છે?

| Updated: June 30, 2021 10:59 pm

પ્યુ રિસર્ચ સેંટર ના નવા સર્વે પ્રમાણે ભારતીયો હમેશાં તમામ ધર્મો ની સ્વતંત્રતા, વિવિધતા અને સહનશીલતામાં ગૌરવ લે છે પણ તે પાળવાના બદલે અલગ રહેવાનું પસંદ કરે છે. 
ભારતમાં મોટે ભાગે હિન્દુ, શીખો અને જૈનો વસે છે. સાથે જ અહીંયા દુનિયા ની સૌથી વધુ મુસ્લિમોની વસતી પણ રહે છે. લાખો ખ્રિસ્તીઓ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પણ ભારતમાં રહે છે. 
રિસર્ચ ના સહાયક ડાયરેક્ટર અને અગ્રણી સંશોધક ડૉ. નેહા સેહગલ ના કહ્યા પ્રમાણે ભારત ની વિવિધતાઓ ને ધ્યાનમાં રાખીને અમેરિકા ની બહાર થયેલું સૌથી વધુ સેમ્પલ વાળો સર્વે છે. વૈજ્ઞાનિક રીતે કોઈપણ સર્વે માટે 10 થી 15 હજાર નું સેમ્પલ પૂરતું છે પણ ભારતના છ અલગ ધર્મ અને વિવિધ સ્થાનિક સમુદાય ને ધ્યાનમાં રાખીને 29,999 ભારતીયોનો સર્વે કરાયો. આ અમેરિકા બહાર લેવાયેલો સૌથી મોટું સેમ્પલ ગ્રુપ છે જેમાં 17 નવેમ્બર 2019 થી માર્ચ 23 2020 દરમિયાન સ્થાનિકો નો સર્વે 17 અલગ ભાષાઓમાં કરાયો હતો.
ઉત્તર પ્રદેશ અને કર્ણાટકના જૂથો પર ગુણાત્મક ઇન્ટરવ્યૂ થી તૈયાર થયેલા પ્રશ્નો ની ચકાસણી કરવામાં આવી.
મોટા ભાગના લોકો માને છે કે સાચા ભારતીય હોવા માટે તમામ ધર્મોમાં માનવું જરૂરી છે. તો બીજી તરફ મોટા ભાગના લોકો માને છે કે હજારો ભાષાઓ ના દેશમાં સાચા ભારતીય હોવા માટે હિન્દી બોલવું જરૂરી છે. લગભગ 64% હિન્દુઓ માને છે કે સાચા ભારતીય હોવા માટે હિન્દુ હોવું ખૂબ જ જરૂરી છે. 
વાત જ્યારે મિત્રતાની આવે કે ત્યારે ભારતીયો મોટેભાગે પોતાના ધર્મના જૂથમાંથી જ મિત્રો બનાવે છે. અલગ-અલગ ધાર્મિક સમુદાયોના રહેણાક વિસ્તારો કપડાં ના થીગડા ની જેમ સ્પષ્ટ છે. વિવિધતાના આ દેશમાં આંતરધર્મીય લગ્નો હજુ પણ પ્રતિબંધિત છે અને મોટા ભાગના ધર્મો હજુ પણ આંતરધર્મીય લગ્નને મોટેભાગે સ્વીકારતા નથી. 
મોટેભાગે લોકો બીજા ધર્મના સમુદાયો સાથે સહવાસની શક્યતાઓ થી સહમત છે. છતાં પણ ઘણા લોકો કેટલાક ધર્મોના લોકો ને પોતાના રહેણાંક વિસ્તારો કે ગામડાઓ થી દૂર રાખવાનું પસંદ કરે છે. મોટાભાગના જૈનો બીજા ધર્મના પાડોશીઓ સ્વીકારતા નથી જેમાં 54% એવા છે કે જેમને મુસ્લિમ પડોશી સ્વીકાર્ય નથી. 

ઘણા હિન્દુઓ, ૪૫ ટકા, કહે છે કે તેઓ બીજા ધર્મના પાડોશી ઇચ્છે તો છે પણ એક ધર્મના પડોશી ની ઈચ્છા હોય તેવા ૪૫ ટકા લોકો છે જેમાં મુસ્લિમ પડોશી ન  જોતો હોય તેવો દર ત્રીજા હિન્દુ નો પણ સમાવેશ થાય છે. 
સહેગલ કહે છે કે “ભારતમાં ધાર્મિક અલગતા ને રાજકીય દ્રષ્ટિકોણ રહ્યો છે. ખાસ કરીને એવા હિન્દુઓ કે જેઓ હિન્દુ રાષ્ટ્રવાદ માને છે”. સર્વે પ્રમાણે “ભાજપમાં માનવાવાળા હિન્દુઓનું પ્રાધાન્ય અલગ રહેવા માટેનું હોય છે.” આ એવા લોકો છે જેઓ મુસ્લિમ પાડોશી ઈચ્છતા નથી.

ભારત હંમેશા એવો દેશ રહ્યો છે કે જ્યાં લોકો બીજા ધર્મની માન્યતાઓ ને અપનાવે છે અને તે હજુ પણ છે પરંતુ જ્યારે તેમની રોજિંદી જીવન ની વાત આવે ત્યારે તેઓ આ બાબતથી દૂર રહેવા માગે છે તે આ સર્વેમાં ખૂબ સ્પષ્ટ છે. 

આ દેશમાં ઘણી માન્યતાઓ ધર્મ આધારિત નથી હોતી. 77% હિન્દુઓ અને એટલા જ મુસ્લિમો કર્મમાં માને છે જે હિંદુ ધર્મ ની મુખ્ય માન્યતા છે. ગંગા નદીની પવિત્ર તાકત માં 81% હિંદુઓ ની સાથે ૩૨% ખ્રિસ્તીઓ પણ માન્યતા ધરાવે છે. મોટાભાગના બહુમતી લોકો સંસ્કારોમાં માને છે પણ તેઓ એ વાતથી પણ સહમત છે કે તેમની વચ્ચે કોઈ સામ્યતા નથી. બે તૃતીયાંશ હિન્દુઓ માને છે કે તેઓ મુસ્લિમો કરતા અલગ છે અને ૬૪ % મુસ્લિમો પણ આવું વિચારે છે ત્યારે ૬૬% જૈનો અને 50% શીખો માને છે કે તેમની સામ્યતા હિન્દુઓ સાથે છે. 

67% હિન્દુ મહિલાઓ અને ૬૫ % પુરુષો માને છે કે સમુદાય બહારના લગ્ન ઉપર રોક લાગવી જોઈએ, તે જ રીતે 80%  મુસ્લિમો કહે છે કે આંતર ધર્મીય લગ્ન ઉપર રોક લાગવી જોઈએ. ૭૬ ટકા મુસ્લિમ મહિલાઓ પણ મુસ્લિમ પુરુષોને આવું કરતા રોકવા માંગે છે. 
ભારતના મુસ્લિમો (95%) લગભગ એકમત છે કે તેમને ભારતીય હોવાનું ગૌરવ છે અને તેઓ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ ઉત્સાહિત છે. સર્વેમાં વધુ ભારતીય એવું માને છે કે વિવિધતા દેશ પરનો બોજ નહીં પણ લાભ છે. 

Your email address will not be published.