President Droupadi Murmu: ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને 'વચન ભંગનો અતૂટ ઇતિહાસ'

July 25, 2022 8:57 am

‘વચન ભંગનો અતૂટ ઇતિહાસ’ એવા શીર્ષક સાથે સ્વર્ગસ્થ ડો. બી.ડી. શર્માએ જુસ્સાદાર નિબંધ લખ્યો હતો. વીતેલાં એક-બે અઠવાડિયામાં, કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાઓ બની છે, જે આપણા દેશના આદિવાસી લોકો પર મોટી અસર કરશે. પહેલી ઘટના એ કે  ભારતનાં રાષ્ટ્રપતિ પદે ઓડિશાનાં મયૂરભંજ જિલ્લાનાં વતની અને આદિવાસી મહિલા શ્રીમતી દ્રૌપદી મુર્મૂ બિરાજમાન થયા છે.ઝારખંડના રાજ્યપાલ […]

માનવ અંગો મળ્યા કેસ: ખુનીએ કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાં માફી માંગી અને પછી ગ્રાઇન્ડર મશીન ખરીદી પુત્રને કાપી નાખ્યો

July 24, 2022 7:17 pm

વાસણા, એલીસબ્રીજમાંથી મળેલા માનવ અંગો પરથી આખરે રહસ્ય ખુલી ગયું છે. માનવ અંગે 21 વર્ષના યુવાનના હતા અને તેની હત્યા કરી અંગો કટ કરી ફેંકનાર તેના પિતા જ હતા. હત્યા કરી નેપાલથી જર્મની ભાગવાની કોશીષમાં લાગેલા પિતાની ક્રાઇમ બ્રાચે ધરપકડ કરી હતી. 18 જુલાઇ સવારે પાંચ વાગ્યે નશામાં ચકચુર પુત્રએ પૈસાની માંગણી કરી પિતા પર […]

Ahmedabad: "જેલ સે" પ્રદર્શનથી કેદીઓને મળ્યો નવજીવનનો અવસર

July 24, 2022 1:03 pm

સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિકતા કેદમાં પણ વિકસી શકે છે. તેને ચાર દિવાલોમાં બાંધી શકાતી નથી. દિલ અને દિમાગ હંમેશાં નવા માર્ગો શોધવા માટે સ્વતંત્ર હોય છે. ફર્નિચર, મલ્ટી પર્પઝ બેગ્સ, કિચન એપરલ, સ્ટોરી બુક્સ, બાળકોના રેડી-ટુ-ઇટ ફુડ માટે વોલ હેંગિંગ સ્ટોરેજ… આ તે વસ્તુઓ નથી જે તમે સામાન્ય રીતે જેલના કેદીઓ સાથે સાંકળીને જોવામાં આવે પરંતુ […]

AMC તંત્ર 22 લાખ તિરંગા ખરીદીને વેચશે પણ તિંરગાનું સન્માન જળવાય તે જોવું પણ અતિ મહત્વની જવાબદારી બની રહેશે

July 22, 2022 1:33 pm

લક્ષ્મી પટેલ 22 લાખ તિરંગા ફરકાવવાની સાથે તેનું સન્માન જળવાય અને તિરંગાના પ્રોટોકોલના કાયદાનું પાલન પણ થાય તે માટે પણ કવાયત કરવી પડશે વર્ષ 2002 સુધી તો આરએસએસ પોતાના હેડક્વાર્ટર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતો ન હતો: મોઢવાડિયા કેન્દ્ર સરકાર દ્વારા અગામી તા. 11 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી ” હર ઘર તિરંગા ” કાર્યક્રમનું આયોજન કરવામાં […]

શ્રીલંકા: રામધારી સિંહ દિનકરની કવિતા અને જનતાના રાષ્ટ્રપતિના મહેલમાં ધામા; જુઓ વિડિયો

July 11, 2022 1:53 pm

શ્રીલંકામાં જનતાએ જે રીતે સરકાર સામે જે રીતે બાંયો ચઢાવી છે તે જોતા ભારતના પ્રસિદ્ધ કવિ રામધારી સિંહ દિનકરની પ્રસિદ્ધ કવિતા “સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈ…” ની યાદ અપાવી દીધી હતી. અગ્રણી ભારતીય નિષ્ણાતોના મતે, આર્થિક કટોકટીનાં પગલે શ્રીલંકામાં રાજપક્ષે પરિવાર સામે લોકોમાં ફાટી નીકળેલા રોષનાં પરિણામે જે થયું છે તે થવાનું જ […]

ધીરજનો ગુણ કેળવવા અને તેને મજબૂત બનાવવા માટે આ ત્રણ મનોવિજ્ઞાન-આધારિત ટેવ અપનાવો

July 11, 2022 1:53 pm

2013માં સાયકોલોજીસ્ટ એન્જેલા લી ડકવર્થે “ગ્રિટ”(GRIT) અંગેનાં તેમનાં વિચારને ટેડ ટોક દ્વારા રજુ કર્યો હતો. તેમણે જે વિચાર રજૂ કર્યો તેને આજે 2.6 કરોડથી વધુ લોકોએ જોયો-સાંભળ્યો છે. ડકવર્થ કહે છે તેમ, ગ્રિટ એટલે કે ધૈર્ય અથવા દ્રઢતા સફળતાની આગાહી કરે છે. ગ્રિટ એ ઉત્કટતા અને ખંતનું મિશ્રણ છે. સંશોધન સૂચવે છે કે ગ્રિટ લોકોને પડકારો, નિષ્ફળતાઓ અને બર્નઆઉટને દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ માત્ર પ્રતિભાથી જ […]

સાંજે સૂર્યોદયઃ આપ કા સમય શુરુ હોતા હૈ અબ!

June 24, 2022 5:02 pm

કાજલ ઓઝા વૈદ્ય ‘એજિંગ ગ્રેસફુલી’ એ નામથી સર્ચ કરીએ તો એમેઝોન અને કિંડલ ઉપર લગભગ પંદર પુસ્તકો મલે છે. એન્ડ્યુ વેલ, એલ્ડર ઓગસ્ટિંગ, રોનાલ્ડ લેવી, રોઝન ઝિનિયેવિચ જેવા અનેક નામ આ પુસ્તકોના લેખક તરીકે આપણને વંચાય, પરંતુ ગુજરાતીમાં ખરેખર આવું કોઈ પુસ્તક જેમા સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સંબંધો, આર્થિક, સમજદારી અને પોતાના અંગત જીવન વિશે કરવી જોઈએ […]

ઘડપણનો સ્વીકાર-અસ્વીકાર!

June 3, 2022 5:07 pm

અનુપમ બુચ હું એ દિવસ કદી નહીં ભૂલું જે દિવસ મારા એક લંગોટિયા મિત્રએ મને શહેરથી દૂર એક સ્કીમમાં ફ્લેટ નોંધાવ્યાની વધામણી આપી હતી. નોકરી માટે વતન છોડી નાના ગામડા અને નાના શહેરો ફરતાં ફરતાં હવે મોટા શહેરમાં ભાડાના ફ્લેટમાં રહેતા મિત્રની આંખમાં હુ ઘરના ઘરનો દસ્તાવેજ વાંચી રહ્યો. હજી તો ઘરના પાયા ખોદાવા પણ […]

પ્રધાનમંત્રી મોદીનું જાહેરમાં અપમાન કરનાર આ નેતાઓએ પહેર્યો છે ભાજપનો ખેસ, જાણો કોણ શું બોલ્યું હતું

June 2, 2022 6:20 pm

ગાંધીનગર:  ગુજરાતના રાજકારણમાં વર્ષ 2015 પછી થયેલી રાજકીય ઉથલપાથલ કોઈ એક પક્ષી લક્ષી રહી નથી. તેમાં રાજકીય પક્ષો સિવાયના આંદોલનના વાવાઝોડામાં ઊભા થયેલા નેતાઓનો પણ મોટો રોલ રહ્યો છે. 2017માં ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણી વખતે પક્ષ પલ્ટા થયા અને ત્યારબાદ આંદોલનકારી નેતાઓ, ધારાસભ્યો અને પાર્ટીના હોદ્દેદારોએ પણ પક્ષ પલ્ટા કર્યા અને  અન્ય કોઈ પાર્ટીમાં જોડાયા. […]

યુવાનીની પરિપક્વતા એટલે ઘડપણ…!

May 20, 2022 2:47 pm

એષા દાદાવાળા એ પંચોતેરના હતા ત્યારે એમણે કહેલું- હું આખી દુનિયા ફરીશ-એકલો. પહેલા એ ફારઇસ્ટ ગયા. પછી ઓસ્ટ્રેલિયા ગયા. .યુ.કે., સ્વિટ્ઝરલેન્ડ, ઇટાલી બધે ફરી આવ્યા. એમની છાતી બે એટેક ખમી ચૂકી હતી. પગની એક નસમાં લોહી બરોબર પહોંચતું ન હતું. યુ.કે.માં એમને દિમાગ પર તાવ ચડી ગયેલો.- ત્યાંની હોસ્પિટલમાં એડમિટ કરવા પડેલા અને મારા મામાએ […]

સજા પુરી થયા પછી પણ રાષ્ટ્રીયતાની ઓળખનાં અભાવે પાકિસ્તાનની જેલોમાં સડતાં વિદેશી કેદીઓ

May 19, 2022 11:54 am

પાકિસ્તાનની જેલોમાં રહેલા 17 વિદેશી કેદીઓ પૈકી 14 એક દાયકાથી વધુ સમયથી સડી રહ્યા છે, પરંતુ તેઓ કયા દેશનાં છે તે હજુ જાણી શકાયું નથી.આ કેદીઓમાં ચાર મહિલાઓ છે.ગેરકાયદે રીતે સરહદ પાર કરવાના ગુનામાં નજીવી સજા કાપ્યા બાદ માનસિક રીતે વિકલાંગ આ કેદીઓની રાષ્ટ્રીયતા પુરવાર ન થતાં તેમને દેશનિકાલ કરી શકાતા નથી. ફેડરલ ઇન્ટિરિયર મંત્રાલયે […]

રાષ્ટ્રપતિ પદ 2022ની ચૂંટણીઃ ભાજપ માટે બાજી લાગે છે તેટલી સરળ નથી

May 17, 2022 12:00 pm

ભારતના નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) અને યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) સહિત બધા પક્ષો તેમની સ્થિતિની સમીક્ષા કરવામાં લાગી ગયા છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઇલેક્ટોરલ કોલેજમાં સંસદના બંને ગૃહોના સાંસદો અને બધી રાજ્યની વિધાનસભાઓના વિધાનસભ્યોના મતની ગણતરી કરવામાં આવે છે. બધા સાંસદોના મતોનું મૂલ્ય બધી વિધાનસભાઓના વિધાનસભ્યોના મતોથી વધારે […]

વાલ્મીકિ રામાયણને ગુજરાતીમાં ઉતારવાની તપશ્ચર્યા કરનારા આ શખ્સિયતને જાણો

May 14, 2022 6:42 pm

ગુજરાતમાં લગભગ દરેક ગુજરાતીઓના ઘરે રામાયણ, મહાભારત અને ગીતાના પુસ્તક છે. પણ વાસ્તવમાં તેમાની મોટાભાગની કૃતિઓ તે મૂળ વાલ્મીકિ રામાયણ કૃતિ નથી. આ વાત ગુજરાતના જાણીતા વિદ્વાન વિજય પંડ્યાને થોડી ખટકતી હતી. તેના પગલે તેમણે વાલ્મીકિ રામાયણને છે તે જ સ્વરૂપમાં ગુજરાતીમાં ઉતારવાનું બીડું ઝડપ્યુ. તેમણે 62 વર્ષની વયે આ કાર્ય શરૂ કર્યુ અને 16 […]

મેવાણીની ધરપકડઃ ચૂપ કરી દેવું આપણું એક કલ્ચર પણ બદનામ ફક્ત સત્તાધીશો શા માટે?

May 2, 2022 11:38 am

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા તેમના વિવાદાસ્પદ ટ્વિટ બદલ ધરપકડ કરવામાં આવી હતી. આસામના ભાજપના કાર્યકરે કેસ દાખલ કરતા મેવાણીની આ ધરપકડ થઈ હતી. મેવાણીની આ પ્રકારની ધરપકડ સામે સરકાર પર માછલા ધોવાય તે સ્વાભાવિક છે. પરંતુ અહીં ખરેખર સવાલ એ છે કે વાસ્તવમાં આ રીતે કોઈને પણ ચૂપ કરાવી દેવું તે માનસિકતા […]

ગુજરાતના પદમડુંગરી ઇકો ટુરિઝમને 'પ્લાસ્ટિક ફ્રી' બનાવવા આદિવાસી મહિલાઓની અનોખી પહેલ

April 19, 2022 1:06 pm

આરોગ્યના જોખમો અંગેની જાગૃતિને કારણે પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ ઓછો થઇ રહ્યો છે. ગુજરાત વન વિભાગ દ્વારા હવે પદમડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટરને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઇકો ટુરિઝમ સાઇટ’ બનાવવા માટે મિનરલ વોટર બોટલનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. વ્યારા ડિવિઝનની ઉનાઈ ફોરેસ્ટ રેન્જે થોડા મહિના પહેલા સ્થાનિક આદિવાસીઓ દ્વારા સંચાલિત પદમડુંગરી કેમ્પ સાઇટ પર આ પહેલની […]

મોદીને ટક્કર આપવા માટે તેમની નકલ નહીં ચાલે,તેનાથી અલગ છબી રજુ કરવી પડશે

April 14, 2022 11:27 am

લોકશાહી શાસનના વડા તરીકે નિરંકુશ નેતાઓ તંદુરસ્ત લોકશાહી માટે મજબૂત વિરોધ જરુરી છે તેમ વારંવાર કહેતા હોય છે પરંતુ તેઓ થોડી પણ તક મળે ત્યારે વિપક્ષને નબળા બનાવી દે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યાના લગભગ આઠ વર્ષમાં વિપક્ષ માટે સંસ્થાકીય જગ્યા ઓછી થઈ ગઈ છે. સૌ પહેલા વિરોધ પક્ષ તરીકે માન્યતા આપવાનો ઇનકાર કરીને […]

ક્રોએશિયામાં રોમા કોન્ફરન્સ યોજાઇ, શું આ સમુદાયને ભારતીય ડાયસ્પોરા કહી શકાય?

April 13, 2022 12:00 pm

રોમા લોકો કોણ છે? શા માટે તેમને ભારતીય ડાયસ્પોરા કહી શકાય? ગયા વર્ષે ઓક્ટોબરમાં, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (આઇસીસીઆર)એ જાહેરાત કરી હતી કે રિપબ્લિકન ઓફ ક્રોએશિયા આ વર્ષે 8  એપ્રિલે આંતરરાષ્ટ્રીય રોમાની દિવસના બે દિવસ પછી તેની રાજધાની ઝાગ્રેબમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરશે. બે-દિવસીય કોન્ફરન્સનાં એક અઠવાડિયા પહેલા તેના આયોજકોએ જણાવ્યું હતું કે કોન્ફરન્સમાં […]

ભારત સરકારની ટીકાને દબાવી દેવાનાં પ્રયાસનાં વિરોધમાં 14 શિક્ષણવિદોએ એઆઈઆઈ સાથે છેડો ફાડ્યો

April 13, 2022 10:16 am

ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓના 14 શિક્ષણવિદોએ મેલબોર્નમાં આવેલી ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ (એઆઇઆઇ) સાથે છેડો ફાડી નાખ્યો છે. આ શિક્ષણવિદોએ આક્ષેપ કર્યો છે કે એઆઇઆઇને ભારત સરકાર સંબંધી ચર્ચા કરવામાં રસ નથી. રાજીનામું આપનારા શિક્ષણવિદોનો આક્ષેપ છે કે એઆઈઆઈએ ભારત સરકાર અંગે કરાતી ટીકાને દબાવી દઇને તેના દુષ્પ્રચારને પ્રોત્સાહન આપ્યું હતું. આ શિક્ષણવિદોએ આ સંદર્ભમાં એક લેખ અને […]

મારી કવિતા મારા અવાજમાં : ચંદ્રેશ મકવાણા

April 12, 2022 4:02 pm

ટુંકી ટચરક વાત કબીરાલાંબી પડશે રાત કબીરા અવસર કેવળ એક જ દી’નોવચ્ચે મહિના સાત કબીરા ખુલ્લમખુલ્લી પીઠ મળી છેમારે તેની લાત કબીરા કાપડ છોને કાણી પૈનુપાડો મોઘી ભાત કબીરા એક મુરખને મીંઢો ગણવાભેગી થઇ છે નાત કબીરા જીવ હજી તો ઝભ્ભામા છેફાટી ગઇ છે જાત કબીરા ચંદ્રેશ મકવાણા

એનઆરઆઈ રામજીભાઈ પટેલની સફાઈ ઝુંબેશ અને અનોખી સમાજ સેવા

April 11, 2022 3:34 pm

એક અમેરિકન ગુજરાતી રાજ્યના ગ્રામજનો માટે ઊભાં સંડાસ શા માટે બનાવે ? અમેરિકામાં વસતા બિનરહીશ ગુજરાતીઓમાંથી અનેક ગુજરાતીઓ માદરે વતન માટે અનુદાન આપે છે અને કંઈકને કંઈક કાર્ય પણ કરે છે. આ બધા ગુજરાતીઓમાં રામજીભાઈ પટેલ એક એવા વતનપ્રેમી ગુજરાતી છે જે હાથમાં સાવરણો લઈને વર્ષોથી વતનને સાફ કરે છે અને હવે તો તેમણે ગ્રામજનો […]

અવિશ્વાસ પ્રસ્તાવથી હાંકી કઢાયેલા પ્રથમ પાકિસ્તાની વડાપ્રધાનની નામોશી મેળવતા ઇમરાન ખાન

April 10, 2022 12:12 pm

ઈસ્લામાબાદ: પાકિસ્તાની સંસદમાં પસાર થઇ ચૂકેલા અવિશ્વાસ પ્રસ્તાવના કારણે ઈમરાન ખાન હવે પાકિસ્તાનના વડા પ્રધાન રહ્યા નથી. તેમના અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (PTI) ના સભ્યો દ્વારા ગેરબંધારણીય રીત રસમો દ્વારા મતદાનમાં વિલંબ કરવાના પ્રયાસોને શનિવારે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધા હતા. સંસદમાં પોતાની સામેની અવિશ્વાસની દરખાસ્તની કાર્યવાહીના વિલંબમાં પસાર થયેલા ગૂંચવાડાભર્યા દિવસ […]

ગુના ઉકેલવા અને દોષીઓને સજા અપાવવામાં ડીએનએ અને ફોરેન્સિકની મહત્વની ભુમિકા: કેશવ કુમાર

March 30, 2022 2:10 pm

પૂર્વ ડીજીપી કેશવ કુમારે અમદાવાદની મોતીલાલ નહેરુ લો કોલેજના કાયદાના વિદ્યાર્થીઓને આપેલા પ્રથમ લેકચરમાં ગુના ઉકેલવામાં અને ગુનેગારને સજા અપાવવામાં વૈજ્ઞાનિક પુરાવાની નિર્ણાયક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ડીએનએ અને ફોરેન્સિક તપાસના અભ્યાસ અને તેના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. ગુજરાતના ભૂતપૂર્વ ટોચના પોલીસ અધિકારી કે જેઓ મુંબઈમાં આદર્શ જમીન કૌભાંડ જેવા અનેક રાષ્ટ્રીય […]

છાંટી ગુલાલ ચંદન અમદાવાદ તને અભિનંદન: With Vibes Of India

February 26, 2022 12:39 pm

અમદાવાદ માત્ર એક શહેર નથી. અમદાવાદ એક લાગણી છે. અમદાવાદ એ જગ્યા છે જયાં તમે કેવા છોને બદલે “ધંધા પાણી કેવા છે” એમ પૂછવામાં આવે છે. ધંધા પાણી સારા એટલે બધું સારું જ હોય એ અર્થમાં. ભારતનું પ્રથમ હેરિટેજ શહેર, અમદાવાદનું ઈન્ડો-ઈસ્લામિક આર્કિટેક્ચર કેટલાક યુરોપિયન (ડચ અને પોર્ટુગીઝ)ને સ્પર્શે છે. અમદાવાદ હકીકતમાં એક ભાવના છે. […]

Vibes of India આપને 2022ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે

January 1, 2022 2:43 pm

વાઇબ્સ ઑફ ઇન્ડિયા માત્ર છ મહિના જૂનું છે અને અમનેએ જાહેર કરતાં હર્ષ થાય છે કે અમારા મુલાકાતી (વિઝિટર્સ) 800,000ને વટાવી ગયા છે, અને 31 માર્ચ,2022 પહેલાં મિલિયન (દસ લાખ)નો આંકડો પાર કરવાનું અમે તમને વચન આપીએ છીએ. અમે ઠોકર ખાધી છે પરંતુ આગળ વધ્યા છીએ, રેકોર્ડ તોડ્યા છે અને નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે. […]