સરકારી મર્મ (2-July -2021)

| Updated: July 2, 2021 1:55 pm

૧. કેન્દ્ર અલગ અલગ જગ્યાએ ફાળવણી હેતું વધુ IRS અધિકારીની નિમણૂંક કરશે

મે અને જુન 2021 એમ બે મહિનામાં કુલ સાત રેવન્યુ સર્વિસ ઓફિસરની કેન્દ્ર સરકારના વિભાગે નિમણૂંક કરી છે. જેમ કે, મે મહિનામાં મોનિકા આશિષ બત્રા (C&IT 1997)ની નિમણૂંક NCBમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે કરવામાં આવી હતી. જેનો સમયગાળો પાંચ વર્ષો રહ્યો છે. ડી વેંક્ટેશ્વરના રેડ્ડી (C&IT 1995)ની BEML બેંગ્લુરૂમાં ચીફ વિજિલન્સ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી આવી હતી. અભિનવ ગુપ્તા (C&IT 2004)ને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં ત્રણ મહિના માટે લોન બેઝ પર મોકલી દેવાયા હતા. એ જ રીતે જુન મહિનામાં દેવેશ ગુપ્તા (C&IT 2008)ની મિનિસ્ટ્રી ઓફ કોમર્સમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિમણૂંક ચાર વર્ષ માટે કરવામાં આવી હતી. અભિષેક કુમાર શર્મા (C&IT 2013)ની ચાર વર્ષ માટે ડિસ્પોઝલ ઓફ કેબિનેટ સેક્રેટરિયલમાં નિમણૂંક કરવામાં આવી હતી. કોમિલા પુનિયા (C&IT 2011)ની CBICમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે રેવન્યુ વિભાગમાં નિમણૂંક કરવામાં આવી હતી. પ્રિયંક ચતુર્વેદી (C&IT 2010)ની ડિપ્સપોઝલ વિભાગ હાયર એજ્યુકેશનમાં રેવન્યુ ઓફિસર તરીકે નિમણૂંક થઈ છે. જેની અવધી ચાર વર્ષની છે.  

૨. નાણાં વિભાગના કેટલાક બાબુ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ કાર્યાલય માટે દોડતા હોય એવું લાગે છે.

નાણાં વિભાગના કેટલાક કર્મચારી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર માટે દોડધામ કરી શકે એમ છે. ઉપરાજ્યપાલની કચેરીમાં ફંડ, પ્રપોઝલ વર્ક તથા પ્રોજેક્ટ હેતુની એમને જવાબદારી મળી શકે છે. જે પ્રોજેક્ટ આશરે રૂ.20 કરોડથી વધારેના છે. નાણાંકીય સત્તાના ડેલિગેશન પરના કાયદામાં સંશોધન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને એડમિન પાસેથી મંજૂરી, ટેકનિકલ સ્વીકૃતિ અને એડમિ વિભાગમાંથી કોન્ટ્રાક્ટ સંબંધી પાસાઓ પર કામ થઈ રહ્યું છે. જે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર માટે છે. આ તમામ વિભાગોમાં મંજૂરી ફરજિયાત બનાવી દેવામાં આવી છે. આવા વિભાગ માટે નાણા વિભાગ પાસેથી મંજૂરી મળ્યા બાદ 20 કરોડ રૂપિયાથી વધારે રકમના પ્રોજેક્ટ તથા યોજના પર ઉપરાજ્યપાલની મંજૂરી અનિવાર્ય રહેશે.

3. Oh those additional charges !!વધારાના ચાર્જ

એક પણ IAS ઓફિસર એવા નહીં હોય તેને વધારાનો ચાર્જ ગમતો હોય. કારણ તેઓ પોતાના વિભાગ સિવાય બીજી કોઈ જવાબદારી લેવા નથી માગતા. પણ આ પ્રકારનો કાર્યભાર સેક્રેટરથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી રહ્યો છે. એક અધિકારી પાસે પોતાના સિવાય અન્ય ત્રણ વિભાગના વધારાના ચાર્જ છે. દૈનિક ધોરણે આ વિભાગોમાં થતી પ્રવૃતિઓ પર પોતાના વિભાગ સિવાય પણ ધ્યાન આપવાનું રહે છે. જેને વધારાની જવાબદારી તરીકે ગણવામાં આવે છે. જે IAS અધિકારીઓ માટે એક માથાના દુખાવા સમાન છે. એક નાનકડી જોક IAS અધિકારીઓના વર્તુળમાં ચર્ચા છે. એ એવી છે કે, જ્યારે એક અધિકારી પોતાની જવાબદારીમાંથી મુક્ત થાય છે. ખાસ કરીને વધારાના ચાર્જમાંથી. એ વિભાગ માટે નહીં પણ અધિકારી માટે રાહતની વાત ગણાય છે. કારણ કે ઘણી વાર વિભાગના બીજા અધિકારીને વધારાનો ચાર્જ આપી દેવામાં આવે છે. 

4. નાનકડી પહેલું મોટું માઈલેજ

રાજસ્થાન સરકારમાં એક સારી એવી સિસ્ટમ જોવા મળી છે. જેમાં તે પોતાના રાજ્યના IAS, IPS, IFoS અને RAS અધિકારીઓના વિભાગની વેબસાઈટ પર એમના નામ ઉમેરી જન્મદિવસ પર શુભકામના પાઠવે છે. આ એક અસાધારણ પ્રણાલી છે. કદાચ કોઈ રાજ્યમાં પોતાના અધિકારીઓને જન્મ દિવસ પર એક દિવસ શુભકામના આપવાની કોઈ પ્રથા નથી. 

Your email address will not be published.