હિંમતનગરના જીમ ટ્રેનરે મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, 4 લાખ પણ પડાવ્યા

| Updated: May 20, 2022 8:25 pm

અમદાવાદ,
ચાંદખેડામાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી હિંમતનગરનો જીમ ટ્રેનર માઉન્ટ આબુ સહિતની અલગ અલગ જગ્યા પર લઇ જઇ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતુ. આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોધાઇ હતી. ચાંદખેડા પોલીસે જીમ ટ્રેનરની ધરપકડ કરી હતી.

ચાંદખેડા વિસ્તારમાં મૂળ કચ્છની 30 વર્ષીય મહિલા રહે છે અને પોતે વેપાર કરતી હતી. દરમિયાનમાં મહિલા 2021 જુલાઇથી એકલી રહેતી હતી તેના પતિ તેનાથી અલગ રહેવા જતા રહ્યા હતા. દરમિયાનમાં એક બહેનપણીની બર્થ ડે પાર્ટી રાજસ્થાન ઉદયપુર ખાતે હોવાથી મહિલા તેના સાથે ત્યા ગઇ હતી. દરમિયાનમાં ત્યા ક્રિષ્ના રાજુ જોષી (રહે. રાજવી બંગ્લોઝ, હિંમતનગર) સાથે મુલાકાત થઇ હતી. બાદમાં ઇન્સ્ટાગ્રામ આઇઢી મારફતે મેસેજ અને ફોનથી વાતચીત શરુ કરી હતી. દરમિયાનમાં ફેબ્રુઆરી મહિનામાં મહિલાની બહેનપણી તેનો મિત્ર અને ક્રિષ્ના ઘરે આવ્યા હતા અને આ સમયે મહિલા સાથે બધી વાતચીત કરી લાગણી બતાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. દરમિયાનમાં મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. દરમિયાનમાં મહિલા એકલી રહેતી હોવાથી તે તેની મિત્ર સાથે ફ્લેટમાં રહેવા જતી રહી હતી. આ દરમિયાન ક્રિષ્ના રાજસ્થાનથી દર શનિવાર- રવિવાર આવી રોકાતો હતો અને મહિલા સાથે દુષ્કર્મ આચરતો હતો. માર્ચ મહિનામાં આબુ સહિતની અલગ અલગ જગ્યાએ ફરવા લઇ જઇ ત્યા પણ દુષ્કર્મ આચર્યું હતુ. વારંવાર લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતુ બાદમાં વરના ગાડી ગમે છે ખરીદવી છે તેમ કહીને 4 લાખની માંગણી કરી હતી. જેથી મહિલાએ ક્રિષ્નાને 4 લાખ આપ્યા હતા. તે પૈસા પરત કર્યા ન હતા. દરમિયનમાં મે મહિનામાં ફરી અમદાવાદ આવી ક્રિષ્ના 3 દિવસ રોકાયો હતો અને તેણે દુષ્કર્મ આચર્યું હતુ. બાદમાં મહિલાએ મોબાઇલ તપાસ કરતા ક્રિષ્ના અન્ય યુવતી સાતે લગ્ન કરવાનો હતો અને ઝઘડો કરી જતો રહ્યો હતો. બાદમાં મોબાઇલ પર બ્લોક કરી દીધો હતો. મહિલા ઘરે જતાં તેને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ અંગે મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

Your email address will not be published.