પાકિસ્તાની આર્મીનો સામાન ભરેલા 10 કન્ટેનર મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયા

| Updated: January 28, 2022 5:37 pm

મુંદ્રા પોર્ટ પરથી પાકિસ્તાની આર્મીના વપરાશનો સામાન ભરેલા 10 જેટલા કન્ટેનર મળી આવતા દેશભરની સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ છે, પ્રાથમિક તપાસમાં આ પાકિસ્તાની કન્સાઇન્મેન્ટ ડાયરેક્ટના બદલે વાયા અખાતી દેશોમાંથી મુન્દ્રા પોર્ટ પર ઘૂસાડાતા હોવાનો પણ ખુલાસો થયો છે.

આ અંગેની મળતી વિગતો એવી છે કે મુન્દ્રા પોર્ટ પર શંકાસ્પદ 10 કન્ટેનરોમાંથી પાકિસ્તાન આર્મી દ્વારા વપરાશમાં લેવાતા ઇક્વિપમેન્ટના અવશેષો મળી આવ્યાં છે.આ પાકિસ્તાની કન્સાઇન્મેન્ટ ડાયરેક્ટના બદલે વાયા અખાતી દેશોમાંથી મુન્દ્રા પોર્ટ પર ઘૂસાડાતા હોવાનો પણ ખુલાસો થયો છે..પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પાકિસ્તાની કન્સાઇન્મેન્ટ હાલ વાયા અફઘાનિસ્તાન, ઈરાન અને દુબઇ થઇ કાર્ગો મુન્દ્રામાં ઘૂસાડવાની મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યાં છે.સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અન્ય કેન્દ્રીય એજન્સીઓએ પાકિસ્તાની ફોજનાં શસ્ત્ર- સરંજામના અવશેષો ભંગારની સાથે વાયા દુબઇ થઇ મુન્દ્રામાં ઘૂસાડવાના નાપાક કારસાને નિષ્ફ્ળ બનાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આફ્રિકાથી આયાત 200 ટન ભંગારમાં પાકિસ્તાની સામગ્રી મળતાં સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ છે. મુન્દ્રા પોર્ટ પર કેન્દ્રિય એજન્સીઓ સાથે કસ્ટમે છેલ્લા થોડા દિવસોથી સતત તપાસ હાથ ધરી છે અને ઈનપુટના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે દરમિયાન પહેલા અમેરિકન ગાંજો ત્યારબાદ ખસખસ અને સોપારીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. હવે પોર્ટ પર અટકાવેલા આયાતી ભંગારના કન્ટેનરોની તપાસ કરવામાં આવી હતી. આમાંથી પાકિસ્તાની લશ્કર દ્વારા વપરાશમાં લેવાતી યુદ્ધની સામગ્રી મળી આવી હતી.

પ્રાથમિક તપાસમાં અમદાવાદની સાઈ બંધન ઈન્ફિન્યૂયમ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા મુન્દ્રા બંદર પર આવેલા હિન્દુ ટર્મિનલ ખાતે સ્ક્રેપના શિપિંગ બિલ તળે આફ્રિકાથી આવેલા 10 કન્ટેનર આયાત કરવામાં આવ્યા હતા. આમાં ભંગારનો જથ્થો હતો. કસ્ટમને બાતમી મળી હતી કે, આ ભંગારના જથ્થામાં વાંધાજનક સામગ્રી છે જેથી આ કન્ટેનરોને રોકવામાં આવ્યા હતા. અને આ 200 ટન જેટલા ભંગારની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અંગે કસ્ટમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.

આમાં ભંગારની સાથે પાકિસ્તાન આર્મી દ્વારા વપરાયેલી યુદ્ધ સામગ્રી પણ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનથી આયાત થતા ભંગાર પર 200 ટકા ડયૂટી વસૂલવામાં આવતી હોય છે. આ કન્ટેનરો આફ્રિકાથી આવ્યા હોવાના લીધે પાકિસ્તાનથી મુન્દ્રા વાયા આફ્રિકા લાવીને ડ્યૂટી ચોરી કરાઇ હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

Your email address will not be published.