વટવા GIDC બેંક ઓફ બરોડમાં કોરોનાની એન્ટ્રી, 10 કર્મીઓ સંક્રમિત થતા કામકાજ તાત્કાલિક બંધ કરાયું

| Updated: January 5, 2022 4:36 pm

અમદાવાદમાં ગતરોજ કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવતા લોકોમાં ફરી એકવાર ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે વટવા જીઆઈડીસીની બેંક ઓફ બરોડમાં 10 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા બેંક બંધ કરી દેવામાં આવી હતી. જો કે, બેંક બંધ થતા ગ્રાહકો પરેશાન ન થાય તે માટે બોર્ડ મારી અન્ય બ્રાન્ચમાં જવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી.

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે તંત્ર દ્વારા લોકોને વેક્સિન લેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ હવે કોરોનાની એન્ટ્રી બેંકમાં થતા ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. વટવા જીઆઈડીમાં બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં 10 કર્મચારીઓ એક સાથે પોઝિટિવ આવતા બેંક તાત્કાલિક બંધ કરવામાં આવી હતી અને ગ્રાહકોને અન્ય બ્રાન્ચમાંથી પૈસાની લેવડ દેવડ માટેની સૂચના આપી દેવામાં આવી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસો રોકેટ ગતિએ વધતા જઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસથી શહેર કોરોનાના ભરડામાં આવી ગયો છે. કેસો વધવાની સાથે શહેરમાં ગત નવા 21 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. કોરોનાની સાથે ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે. અમદાવાદમાં કુલ 59 ઓમિક્રોનના કેસ થઈ ગયા છે જેમાંથી 27 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે અને બીજા દર્દીઓની સારવાર ચાલી રહી છે.

Your email address will not be published.