શિવસેના સામે ખેલ ના પાડે એ માટે 105 MLAને અમદાવાદ લાવવાની તૈયારી

| Updated: June 21, 2022 2:01 pm

  • મહારાષ્ટ્રના 105 MLAને અમદાવાદ લાવવાની તૈયારી
  • ગુજરાતના કેટલાક આગેવાનોને જવાબદારી સોંપાઈ
  • સાણંદની કલબમાં રોકાણ કરવામાં આવશે

મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા ભૂકંપ બાદ શિવસેનાના ધારાસભ્યોને સુરત લાવીને ઉદ્ધવ સરકાર ઊથલાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના 105 ધારાસભ્યોને સાચવવા માટે ગુજરાત રવાના કરવામાં આવશે. આ તમામ ધારાસભ્યોને અમદાવાદના સ્પેશિયલ રિસોર્ટ અથવા વીઆઈપી હોટલમાં રોકાણ કરવામાં આવશે. આ તમામ જવાબદારી ગુજરાત ભાજપના કેટલાક આગેવાનોને સોંપવામાં આવશે.

એક તરફ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના સરકાર સંકટમાં મુકાઈ છે. ત્યારે બીજી તરફ, ભાજપે સરકાર બનાવવી હોય તો શિવસેનાને તોડવા ઉપરાંત પોતાના 105 ધારાસભ્યમાંથી કોઈ તૂટે નહીં એ ધ્યાન રાખવું જરુરી બન્યું છે. આ કારણથી જ હવે મહારાષ્ટ્રના 105 ભાજપી ધારાસભ્યોને એકત્ર કરીને વિશેષ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી સીધા રિસોર્ટ અથવા ક્લબમાં લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.

ગુજરાત ભાજપનાં જ ઉચ્ચ-સ્તરીય સૂત્રોની વાત માનીએ તો મહારાષ્ટ્રમાંથી ભાજપના જે ધારાસભ્યોને લાવવામાં આવી રહ્યા છે તેઓ આજે મોડી સાંજ સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર આવી શકે છે. આ ધારાસભ્યોને એરપોર્ટ પરથી જ સર્વોચ્ચ સ્તરની સુરક્ષા સાથે પૂર્વનિર્ધારિત સ્થળે લઈ જવામાં આવશે. આ માટે એવો રિસોર્ટ જ પસંદ કરાયો છે, જ્યાં 105 ધારાસભ્યોને એકસાથે સાચવવા માટેની વ્યવસ્થા થઈ શકે.

મહત્વનું છે કે, થોડાં દિવસો પહેલાં રાજ્યસભાની ચૂંટણી હતી તેમાં ભાજપ પોતાની રાજ્યસભાની સીટ ન હોવા છતાં તે મહાવિકાસ અઘાડી જે સરકાર છે તેને પછાડીને પોતાની સીટો રાજ્યસભામાં લાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસે પણ અગાઉ દાવા કર્યા છે કે, મહાવિકાસ અઘાડી સરકાર ગમે ત્યારે પડી શકે છે. મહાવિકાસ અઘાડી સરકારના જો 14 જેટલાં ધારાસભ્યો જો સરકારનો સાથ છોડે તો સરકાર પડવાની સંપૂર્ણ સંભાવનાઓ દેખાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી (MVA) સરકારની પાર્ટીઓ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસે વિધાન પરીષદની ચૂંટણીમાં બે-બે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતાં. જ્યારે ભાજપે પાંચ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં અપક્ષો અને નાના પક્ષોની ભૂમિકા નિર્ણાયક માનવામાં આવી હતી. કારણ કે, મહાવિકાસ અઘાડી પોતાના તમામ છ ઉમેદવારોની જીતને લઈને પડકારનો સામનો કરી રહી હતી. વિધાન પરિષદના નવ સભ્યોનો કાર્યકાળ 7 જુલાઈએ પૂર્ણ થઈ રહ્યો છે. જ્યારે, આ વર્ષની શરૂઆતમાં ભાજપના એક સભ્યના મૃત્યુના કારણે 10મી બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના પાંચેય ઉમેદવારોનો વિજય થયો છે.

Your email address will not be published.