રાજકોટની મારવાડી યુનિવર્સિટિમાં વધુ 12 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

| Updated: January 10, 2022 5:42 pm

રાજકોટ મારવાડી યુનિવર્સિટિમાં વધુ 12 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. તાજેતરમાં જ આ યુનિવર્સિટિમાં 31 પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પસમાં ડીજેના તાલ પર હજારો લોકોએ ઠુમકા માર્યા હતા અને કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા.

રાજકોટની મારવાડી યુનિવર્સિટિમાં કોરોના વાયરસના કેસો વધતા જઈ રહ્યા છે. યુનિવર્સિટિના વધુ 12 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. મારવાડી યુનિવર્સિટિમાં કોરોના મહામારીમાં પણ ન્યુ યર પાર્ટીનું ભવ્યા આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યમાં વિદ્યાર્થીઓએ ઠુમકા લગાવ્યા હતા. હાલ આ યુનિવર્સિટિને કોરોનાનો હોટસ્પોટ ગણવામાં આવી રહ્યો છે. પોલીસની પરવાનગી વગર જ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

કોરોના વાયરસના કેસ વધતા હાલ યુનિવર્સીટીમાં ઈજનેરી સેમસ્ટરની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ત્રણ પેપર બાકી હતા તે મોકૂફ રખાયા છે. જ્યારે યુનિવર્સીટીમાં ઓફ લાઈનને બદલે ઓનલાઈન શિક્ષણ આજથી શરૂ થશે.

Your email address will not be published.