અમદાવાદમાં જૂન મહિનાથી  ડોમેસ્ટિક સેકટરની 12 નવી ફ્લાઇટ શરૂ કરાશે

| Updated: May 16, 2022 2:09 pm

મુસાફરોને નવા વિકલ્પ મળે માટે આગામી જૂન મહિનાથી અમદાવાદથી (Ahmedabad) કોચી, જયપુર, દેહરાદૂન, મુંબઈ, ગોવા સહિતની ડોમેસ્ટિક સેકટરની 12 જેટલી નવી ફ્લાઇટો શરૂ કરવામાં આવશે.

અમદાવાદથી (Ahmedabad) ડોમેસ્ટિક સેક્ટરની વિવિધ રૂટ માટેની  ફ્લાઇટોના વિકલ્પ  સીમિત હોવાથી  વેકેશનની સિઝનમાં બધી ફ્લાઇટ પેક જાય છે. મુસાફરોને અન્ય ફ્લાઇટના વિકલ્પ મળે માટે જૂન મહિનાથી 12 જેટલી ફ્લાઇટો શરૂ કરવામાં આવશે. થોડા દિવસો પહેલા જ વરાણસીની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. નવી ફ્લાઇટોમાં ગો ફર્સ્ટ કોચી, જયપુર, ગોવા, હૈદરાબાદ સહિતની ફ્લાઇટો શરૂ કરવામાં આવશે. નવી ફ્લાઇટો શરૂ થવાથી અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફલાઇટોની આવાગમન 170 થી વધશે સાથે સાથે પેસેન્જર ફૂટફોલ પણ પ્રતિદિન 22 હજારને પાર કરશે. 

નવી ફ્લાઇટોથી ગો એરની આગામી સમયમાં 36 જેટલી ફ્લાઇટોનું આવાગમન શરૂ થશે, જ્યારે ઇન્ડિગો પહેલી જૂનથી વીકમાં ચાર દિવસ જોધપુર અને બીજી જૂનથી ચંડીગઢ અને દેહરાદૂનની ડેઇલી ફ્લાઇટ અને ત્રીજી જૂનથી કોલ્હાપુરની ફ્લાઇટ વીકમાં ત્રણ દિવસ શરૂ કરશે.

આ પણ વાંચો: અમદાવાદીઓને મળશે તુર્કી લીંબુ, સ્ટોક ખૂટી જતા તુર્કીથી મંગાવામાં આવ્યા

અમદાવાદથી મુંબઈની નવી ત્રણ ફ્લાઇટો શરૂ કરાશે, જેમાંથી બે 15 મેથી શરૂ કરવામાં આવી છે, ત્રીજી ફ્લાઇટ પહેલી જૂન થી શરૂ કરવામાં આવશે. સ્ટાર એર ત્રીજી જૂનથી વીકમાં પાંચ દિવસ અમદાવાદ ભુજની ફ્લાઇટ શરૂ કરશે.

Your email address will not be published.