17 જુલાઈએ સવારે આઠ વાગ્યે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થશે

| Updated: July 16, 2021 6:21 pm

શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર કાલે સવારે 8:00 વાગે ધોરણ-12 સાયન્સના પરિણામો જાહેર કરવામાં આવશે. આ પરિણામો વિધાર્થીઓ result.gseb.org પર જઈને જોઈ શકશે. ગયા મહિનાની 19 તારીખે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિધાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. માસ પ્રમોશન આપ્યા બાદ માર્કસની ગણતરીનો ફોર્મેલા પણ જાહેર કરવામાં આવ્યો હતો.

વિધાર્થીઓ result.gseb.org સાઈટ પર શાળા ઈન્ડેક્ષ નંબર અને પાર્સવર્ડની મદદથી લોગઈન કરીને પરિણામ મેળવી શકશે. જે વિધાર્થીઓ પરિણામથી નારાજ હોય તેઓ પંદર દિવસની અંદર માર્કશીટ શાળા કચેરીમાં જમા કરવાની રહેશે. તેમની માટે અલગથી પરીક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

Your email address will not be published.