હળવદ GIDCમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતા 12 શ્રમિકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

| Updated: May 18, 2022 2:21 pm

હળવદ જીઆઈડીસીમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતા 12 શ્રમિકોના મોત થયા છે અને 20થી વધારે શ્રમિકોને ગંભીરઈજાઓ થતા તેઓના સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી યુદ્ધાના ધોરણે કરવામાં આવી રહી છે. આ ઘટનામાં મૃતકઆંક વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની કામગીરી રાબેતા મુજબ ચાલી રહી હતી. તે વેળા અચાનક દીવાલ પડી હતી અને 30 જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા. આ અંગે ફાયરને જાણ કરતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 12 શ્રમિકોના મોત નિપજ્યાની વિગતો સામે આવી છે. હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દીવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય તેને કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

હાલ વેકેશનનો સમય હોવાથી કારખાનામાં બાળકો પણ કામ કરી રહ્યા હતા. ઘટનામાં માસુમ બાળકો પણ ભોગ બન્યા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધારે પહોંચવાની આશંકા સેવાઇ રહી છે. હાલમાં તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા કાટમાળ નીચેથી દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

Your email address will not be published.