રાજુલામાં 13 વનરાજાઓની ગામમાં શાહી લટાર, લોકોમાં ફફડાટ

| Updated: May 15, 2022 9:46 pm

રાજુલામાં સિંહોના આટાંફેરાના વીડિયો સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થતા જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એકવાર 13 સિંહો એક સાથે લટાર મારતા જોવા મળ્યા હતા. રાજુલાના કાતર ગામમાં 13 સિંહ ઘૂસી આવતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

એક સાથે 13 સિંહો જોવા મળતા લોકો પણ આશ્ચર્ય ચકિંત થઈ ગયા હતા. ગીર વિસ્તારને અડીને આવેલા ગામડાઓમાં અવારનવાર સિંહના આટાફેરા થતા જ હોય છે. જો કે, ઘણી વાર આંગણે બાંધેલી ભેંસોને તેઓ શિકાર પણ કરતા હોય છે. જંગલ વિસ્તારની બહાર સિંહ નીકળી જતા હોવાના કારણે રસ્તા પર અકસ્માતનો ખતરો છે.

તમને જણાવી દઈએ કે, હાલ ગુજરાતમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના અમરેલીમાં જોવા મળે છે. તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો હતો તે વીડિયોમાં બે સિંહો ગામમાં મોડી રાત્રિના સમયે ભેંસો પાછળ શિકાર કરવા માટે દોડી રહ્યા હતા અને તઓએ બે ભેંસોના શિકાર પણ કર્યા હતા જેના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજે એક સાથે 13 સિંહો દેખા દેતા ગ્રામજનો ફરી એકવાર ભયના વાતાવરણમાં આવી ગયા છે.

Your email address will not be published.