ચોથી લહેરના ભણકારા વાગ્યા, ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજના 13 વિધાર્થીઓ પોઝિટિવ

| Updated: July 7, 2022 11:24 am

કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે વધી રહેલા આંકડાઓ હવે ચિંતા જણાવી રહ્યા છે.તો આજ સવારે ગાંધીનગરમાં GMERS મેડિકલ કોલેજના 13 વિદ્યાર્થીઓ સંક્રમિત થયાની હોવાની માહિતી મળી છે,જેના કારણે તંત્ર દોડતું થઇ ગયું છે.ગઇ કાલે પાટનગરમાં 45 કોરોના કેસો નોંધાયા હતા.આ વિદ્યાર્થીઓને કોરોના આવતા તંત્ર દોડતું થઇ ગયું છે આ વિદ્યાર્થીઓ અમદાવાદ કોઇ પાર્ટીમાં ગયા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે.

અત્યાર સુધી કોરોનાના છેલ્લા 15 દિવસની વાત કરવામાં આવે તો 6603 લોકોને કોરોના થયો હોવાની વાત સામે આવી છે.

ગુજરાતમાં કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેમાં ગઇ કાલના વાત કરવામાં આવે તો કલાકમાં કોરોનાના 665 નવા કેસ નોંધાતા હવે તંત્રમાં પણ ચિંતા જોવા મળી રહી છે.જાણે કે ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.
સોમવારે કોરોનાના 419 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે મંગળવારે 572 કેસ નોંધાયા છે.

બીજી બાજુ અનેક તહેવારો દસ્તક દઇ રહ્યા છે એટલે કે હવે થોડા દિવસોમાં અનેક તહેવારો આવશે જેના કારણે હજુ પણ કેસો વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

Your email address will not be published.