UPSCની પરીક્ષામાં ગુજરાતના 14 ઉમેદવારો ઝળક્યાં, તેમાંથી સ્પીપાના 13 ઉમેદવાર

| Updated: September 24, 2021 11:31 pm

યુપીએસસીની ફાઈનલ પરીક્ષામાં ગુજરાતમાંથી આ વર્ષે 14 ઉમેદવાર પાસ થયા છે, જેમાં સ્પીપાના 13 ઉમેદવારો સામેલ છે.

કાર્તિક જીવાણી

ગુજરાતમાંથી કાર્તિક જીવાણી આખા દેશમાં આઠમાં ક્રમે આવ્યા છે. તેઓ મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે.

શુભમ કુમાર, સમગ્ર દેશમાં પ્રથમ

દેશમાં પ્રથમ ક્રમે શુભમ કુમાર આવ્યા છે જેઓ ગયા વર્ષે 290માં ક્રમે હતા.

આ ઉપરાંત વલય વૈદ્ય 116માં ક્રમે છે, જેમનો મુખ્ય વિષય પોલિટિકલ સાયન્સ છે. 223માં ક્રમે નીરજા અનિષ શાહ છે જેઓ લોની ડિગ્રી ધરાવે છે. 260માં ક્રમે અંકિત સિંહ રાજપુત છે તેમનો મુખ્ય વિષય પોલિટિકલ સાયન્સ છે. અતુલ ત્યાગી 291માં ક્રમે છે અને તેમનો વિષય અંગ્રેજી સાહિત છે.

ઉપરના પાંચેય ઉમેદવાર જનરલ કેટેગરીના છે.

368માં ક્રમે સંજયકુમાર કેશવાલા છે જેઓ ઓબીસી કેટેગરીમાં છે અને તેમનો મુખ્ય વિષય ગુજરાતી સાહિત્ય હતો. 371માં ક્રમે રહેલા હેમંત કલાકનો વિષય ફિલોસોફી હતો. 380માં ક્રમે રહેલા લલિતકુમાર પરમાર એસસી કેટેગરીના છે અને તેમનો મુખ્ય વિષય ગુજરાતી સાહિત્ય હતો. 404માં ક્રમે આયુષી સુતારિયા છે જેમનો મુખ્ય વિષય પોલિટિકલ સાયન્સ છે અને તેઓ એસસી કેટેગરીના છે.

465માં ક્રમે ભેડા વિવેક પ્રવીણકુમાર છે જેઓ ઓબીસી કેટેગરીના છે અને તેમનો મુખ્ય વિષય ઇતિહાસ છે. 556માં ક્રમે સુમિત મકવાણા છે જેઓ એસસી કેટેગરીના છે અને ગુજરાતી સાહિત્ય વિષય રાખ્યો હતો. 730માં ક્રમે કૌશિંક મંગેરા છે જેઓ એસસી કેટેગરીના છે અને તેમનો મુખ્ય વિષય ભૂગોળ હતો. 736માં ક્રમે હર્ષદ મંગલમ છે જેઓ એસસી કેટેગરીના છે અને ગુજરાતી સાહિત્યનો વિષય રાખ્યો હતો. સ્પીપા સિવાયના ઉમેદવારોમાં 505મો ક્રમ હર્ષીલ મીણાનો છે.

ગુજરાતમાંથી 11 પુરુષ અને ત્રણ મહિલા ઉમેદવારો પાસ થઈ છે. 11 ઉમેદવારોએ અંગ્રેજીમાં મેઈન્સ આપી હતી જ્યારે ત્રણ ઉમેદવારોએ ગુજરાતીમાં પરીક્ષા આપી હતી.

Your email address will not be published. Required fields are marked *