ગુજરાતના પ્રધાન ડિંડોરના આદેશના પગલે નર્સિંગ ઇન્સ્ટિટ્યુટે બરતરફ કરેલા 17 વિદ્યાર્થીને પરત લેવા પડ્યા

| Updated: April 13, 2022 3:37 pm

અમદાવાદઃ અમદાવાદની જેએમડી ઇન્સ્ટિટ્યુટે ગુજરાતના ટેકનિકલ અને શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન કુબેર ડિંડોરના આકરા પગલાના લીધે હકાલપટ્ટી કરેલી એસસી-એસટીના 17 વિદ્યાર્થીને પરત લેવાની ફરજ પડી હતી. આમ પ્રધાનના આકરા પગલાએ 17 વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવ્યું હતું. આ વિદ્યાર્થીઓની જેએમડી ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ દ્વારા કોઈપણ કારણ વગર જ ઇન્સ્ટિટ્યુટ દ્વારા હકાલપટ્ટી કરવામાં આવી હતી.

આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમને મેડમની કેબિનમાં બોલાવવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે તમારુ એડમિશન રદ કરવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે એડમિશન ટેસ્ટ માટેની આઇક્યુ જરૂરિયાતો તમે પૂરી કરી શકતા નથી. કોર્સના બીજા મહિનામાં તેઓને આ વાત જણાવવામાં આવી હતી.

સંતરામપુરના ખેડૂતના પુત્ર સંજય મચ્છરના કુટુંબે પ્રોફેશનલ ડિગ્રી માટે લોન લીધી છે. મેડમની કેબિનમાં બોલાવવામાં આવેલા બધા 17 વિદ્યાર્થીઓ એસસી-એસટી કેટેગરીના છે. આ અંગે વીઓઆઇની ટીમ દ્વારા સંપર્ક સાધવામાં આવતા પ્રિન્સિપાલ દિવ્યા ગિગીએ આ અંગે ઉપલબ્ધ રહેવાનો જ ઇન્કાર કરી દીધો હતો.

ઇન્સ્ટિટ્યુટમાંથી દૂર કરાયેલા આ વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. બારમા ધોરણની માર્કશીટના આધારે અમે ઓફલાઇન એડમિશન ટેસ્ટ માટે ક્વોલિફાઈ થયા હતા. અમે તે પાસ પણ કરી હતી અને હવે ક્લાસમાં બે મહિના કાઢ્યા પછી હવે અમને કહેવાયું છે કે આઇક્યુ ટેસ્ટના આધારે તમે આના માટે લાયક નથી. હવે આ આઇક્યુ ટેસ્ટ પાછો ક્યારેય લેવાયો જ નથી, એમ વિદ્યાર્થી પ્રેમલ પરમારે જણાવ્યું હતું.

છેવટે છઠ્ઠી એપ્રિલના રોજ 17 વિદ્યાર્થીઓનું જૂથ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન કુબેર ડિંડોર પાસે પહોંચ્યું હતું. પ્રધાને તાકીદે પગલાં લેતા ઇન્સ્ટિયુટને નોટિસ ફટકારી હતી. 24 કલાકમાં નર્સિંગ સ્કૂલે નિર્ણય પરત લીધો હતો અને તેમને પાછા ઇન્સ્ટિટ્યુટમાં લઈ લીધા હતા.

સંતરામપુરના ભંડારા ખાતેના ભાજપના વિધાનસભ્યએ જણાવ્યું હતું કે અમે કોઈપણ પ્રકારના અન્યાય સામે આકરા પગલાં લઇશું. જેએમડી ઇન્સ્ટિટ્યુટ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત છે. તે રાયસણના નોલેજ કોરિડોરમાં આવેલું છે. વિદ્યાર્થીઓએ કોલેજમાં માર્ચ 2022માં 70,000ની ફૂ ચૂકવી એડમિશન લીધું હતું. તેમા 20, હજાર ટ્યુશન ફી અને 50, 000 હોસ્ટેલ ફી હતી. આમ શિક્ષણ પ્રધાને તાકીદે લીધેલા પગલાંના લીધે વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો હતો અને તેઓ ફી ભર્યા પછી પણ મનસ્વી નિર્ણયના લીધે શિક્ષણથી વંચિત રહી જતા બચ્યા હતા.

Your email address will not be published.