અમદાવાદમાં 700 TRBની જગ્યા માટે 18 હજાર લોકોએ ફોર્મ ભર્યા

| Updated: April 17, 2022 9:03 pm

TRBની 700 જગ્યા માટે થોડા દિવસોમાં ભરતી કરવામાં આવશે.આ ભરતી માટે 18 હજારથી વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જો કે, આ પહેલા 700 ટીઆરબી જવાનોને એક સાથે છુટા કરી દેવામાં આવ્યા હતા તેઓની જગ્યા પર નવા લોકોને ભરતી કરવામાં આવશે.

અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ટ્રાફિકને કંટ્રોલમાં રાખવા માટે નવા ટીઆરબી જવાનોની આગામી સમયમાં ભરતી કરવામાં આવશે. 700 જેટલા TRB જવાનોની આગામી સમયમાં ભરતી કરાશે. ભરતીને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. આ ભરતી માટે 18 હજાર લોકોએ ફોર્મ ભર્યા છે. આ ભરતી આગામી 23 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. સૌ પ્રથમ 800 મીટરની ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ લેખિત પરીક્ષા યોજવામાં આવશે.

જો કે, તમને જણાવી દઈએ કે પરીક્ષા બાદ TRB જવાનોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે.કારણ કે શહેરમાં ટીઆરબી જવાનોની ગેરરિતીના કિસ્સાઓ વધી રહ્યા હતા. જેથી નવા ભરતી કરવામાં આવશે તે તમામ TRB જવાનોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે. આ ભરતી થયેલાં ઉમેદવારોને હાલ પૂરતી 3 વર્ષ માટે નિમણૂક કરવામાં આવશે જે બાદ આગળનો નિર્ણય કરવામાં આવશે.

Your email address will not be published.