સુરેન્દ્રનગરમાં 19 વર્ષના યુવકે કરી ગર્લફ્રેન્ડના ભાઈની હત્યા

| Updated: October 14, 2021 3:45 pm

સુરેન્દ્રનગરના લખતર તાલુકાના એક ગામમાં એક બાજુ નવરાત્રિના ગરબા રમાતા હતા ત્યાં જ બીજી બાજુ એક 19 વર્ષના યુવકે 22 વર્ષના યુવકને છરીના ઘા મારી હત્યા કરી હતી. પીડિતાની બહેન સાથે આરોપીના કથિત અફેરને કારણે થયેલ ઝઘડાનો કરુણ અંત આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે ગામના ચોકમાં ગરબા ચાલી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

22 વર્ષીય યુવક ગરબા જોઈ રહ્યો હતો ત્યારે આરોપીએ તેને લાકડી વડે માર માર્યો હતો. મૃત યુવકની બહેન સાથે 19 વર્ષના યુવકના અફેરને લઈને છેલ્લા બે વર્ષોથી બંને યુવકો એકબીજા સાથે વિખવાદમાં હતા. જેથી આરોપીએ યુવકને ફટકાર્યા બાદ ગુસ્સામાં તેની છાતીની ડાબી બાજુએ છરીના ઘા માર્યા હતા. સુરેન્દ્રનગરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 22 વર્ષીય યુવક ઘાયલ થતા વિરમગામની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં રસ્તામાં જ તેનું મૃત્યુ થઇ ગયું હતું.

 કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, “અમે બુધવારે ગામમાંથી આરોપીની ધરપકડ કરી છે અને તેણે કહ્યું હતું કે તેને ડર હતો કે બીજા જૂથના માણસો તેને મારી નાખશે અને આ જ કારણ છે કે તેણે યુવક પર હુમલો કર્યો હતો. ”

Your email address will not be published. Required fields are marked *