2015 યુપીએસસીની ટોપર ટીના ડાબીની નાની બહેને ક્લિયર કરી યુપીએસસી પરીક્ષા

| Updated: September 25, 2021 4:12 pm

2015માં યુપીએસસી પરીક્ષાની ટોપર ટીના ડાબીની નાની બહેન રિયા ડાબીએ 2020ની યુપીએસસીની પરીક્ષા પાસ કરીને 15મો રેંક પ્રાપ્ત કર્યો છે. આ સમાચાર આપતા ટીના ડાબીએ ઇન્સ્ટાગ્રામ પર તેની બહેન રિયાના ફોટો સાથે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે તે તેની બહેનની સફળતાથી ખૂબ જ ખુશ છે. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, “મને એ જણાવતા આનંદ થાય છે કે મારી નાની બહેન રિયા ડાબીને યુપીએસસી 2020ની પરીક્ષામાં 15મો રેન્ક મળ્યો છે.”

બંને બહેનોએ દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામ કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને 2015માં ટીના ડાબી દલિત સમુદાયમાંથી પરીક્ષામાં ટોપ કરનાર પ્રથમ ઉમેદવાર બની હતી. ટીના ડાબી હવે રાજસ્થાન સરકારમાં નાણાં (કર) વિભાગના સંયુક્ત સચિવ છે.

શુક્રવારે 2020ની યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 545 પુરુષો અને 216 મહિલાઓ – એમ કુલ 761 ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી હતી. આ વર્ષે બિહારના શુભમ કુમારે પ્રથમ ક્રમે મેળવ્યો છે અને જાગૃતિ અવસ્થીએ બીજો સ્થાન મેળવ્યો હતો.   

Your email address will not be published. Required fields are marked *