એલોન મસ્ક, જેફ બેઝોસ, માર્ક ઝુકરબર્ગે 2022ના 6 મહિનામાં 60 અબજ ડોલર ગુમાવ્યા

| Updated: July 2, 2022 11:13 am

ટેસ્લાના સ્થાપક એલોન મસ્કની સંપત્તિમાં લગભગ 62 અબજ ડોલરનો ઘટાડો થયો હતો, જ્યારે એમેઝોનના વડા જેફ બેઝોસે તેમની સંપત્તિમાંથી લગભગ 63 અબજ ડોલર ગુમાવ્યા હતાં.જયારે   ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગની નેટવર્થમાં 2022 ના પહેલા છમાસિક ગાળામાં અડધાથી વધુનો ઘટાડો થયો હતો.

ઇન્ડેક્સ મુજબ વિશ્વના 500  સૌથી ધનિક લોકોએ 2022 ના પહેલા છમાસિક ગાળામાં 1.4 ટ્રિલિયન ડોલર ગુમાવ્યા હતા. જેને દુનિયાનાં અબજોપતિઓની સંપત્તિમાં અત્યાર સુધીનો સૌથી મોટો છ મહિનાનો ઘટાડો માનવામાં આવે છે.

અબજોપતિઓની સંપત્તિમાં થયેલા આ ઘટાડાનું કારણ ટાંકીને ઇન્ડેક્સમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ -19 રોગચાળાને પગલે સરકારો અને કેન્દ્રીય બેંકોએ અભૂતપૂર્વ પગલાં લીધાં છે, જેના લીધે ટેક કંપનીઓથી લઈને ક્રિપ્ટોકરન્સી સુધીની દરેક વસ્તુ પર અસર થઇ છે જે તેમના બિઝનેસને અસર કરે છે.

વધતા જતા ફુગાવાનો સામનો કરવા માટે દેશો અને સરકારો વ્યાજના દરોમાં વધારો કરી રહ્યા છે, ત્યારે શેરોનાં ઘટતાં ભાવથી તેની માલિકી ધરાવતા અબજોપતિઓ ઝડપથી સંપત્તિ ગુમાવી રહ્યા છે.

ઇન્ડેક્સ વધુમાં દર્શાવે છે કે ટેસ્લા ઇન્કનું જૂન સુધીના ત્રણ મહિનામાં અત્યાર સુધીનું સૌથી ખરાબ ક્વાર્ટર રહ્યું હતું, જ્યારે ડોટ-કોમનો પરપોટો ફૂટ્યા પછી એમેઝોનમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. જો કે, 60 અબજ ડોલરથી વધુની સંપત્તિ ગુમાવ્યા પછી પણ, ટેસ્લાના કો-ફાઉન્ડર 208.5 અબજ ડોલરની સૌથી વધુ સંપત્તિ ધરાવે છે, જ્યારે એમેઝોનના જેફ બેઝોસ 129.6 અબજ ડોલરની નેટવર્થ સાથે બીજા ક્રમે છે.

ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટન 128.7 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને જ્યારે બિલ ગેટ્સ 114.8 અબજ ડોલર સાથે બીજા ક્રમે છે.મસ્ક, બેઝોસ, આર્નોલ્ટ અને ગેટ્સ પાસે 100 અબજ ડોલરથી વધુની સંપત્તિ છે. ઝુકરબર્ગ 60 અબજ ડોલર સાથે સંપત્તિની યાદીમાં 17મા સ્થાને છે.

ક્રિપ્ટોના પ્રણેતા ચાંગપેંગ ઝાઓ પાસે જાન્યુઆરીમાં બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ 96 અબજ ડોલરની અંદાજિત સંપત્તિ હતી. ડિજિટલ એસેટ્સમાં ઉથલપાથલ વચ્ચે આ વર્ષે તેમની સંપત્તિમાં લગભગ 80 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો.

Your email address will not be published.