ફેસબુકની એટલે કે મેટા ભારત સાથે અનેક દેશોના લોકો કરે છે અને દિવસેને દિવસે તેને ઉપયોગ કરતા લોકોમાં પણ વધારો થતો જોવા મળે છે અને હાલ થોડા જ સમય પહેલા જ ફેસબુકએ પોતાનું નામ બદલીને મેટા રાખ્યું હતું.અને આની સાથે જ ફેસબુક પોતાનામાં અનેક ફેરફારો લાવતુ રહે છે અને લોકોની પસંદગી પ્રમાણે બદલાવ લાવતું રહે છે.
હાલ ફેસબુકની ચિંતામાં વધારો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમકે બ્રિટનમાં 23 હજાર કરોડ રૂપિયાનો કેસ કરવામાં આવ્યો છે.આ વાતમાં આરોપ લગાડવામાં આવ્યો હતો કે ફેસબુકે બજારમાં પ્રભુત્વનો દુરુપયોગ કરી 4.4 કરોડથી વધુ યૂઝર્સના ડેટાનો ખોટો ઉપયોગ કર્યો છે અને પસ્નસ માહિતી લીંક કરવામાં આવી છે..
4.4 કરોડ યુઝરના ડેટાના દુરુપયોગનો આરોપ કરવામાં આવ્યો છે.નેટવર્ક પર પહોંચ પૂરી પાડવા માટે યૂઝર્સ પર અયોગ્ય શરતો નાખીને કિંમતી અંગત ડેટા શૅર કરાવીને તેનાથી અબજો ડૉલરની કમાણી કરવાનો આરોપ કરવામાં આવ્યો છે.

વરિષ્ઠ સલાહકાર તથા પ્રતિસ્પર્ધી કાયદાની એકડેમિક લિઝા લવડૉલે ગોર્મસને આ કેસ એ લોકોની સાઇડથી આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સાથે તેઓ 2015થી 2019 સુધી જોડાયા હતા.આ કેસ પર લંડનની કોમ્પીટિશલ અપીલ ટ્રિબ્યૂનલ આ કેસ પર સુનાવણી કરશે તેવી હાલ માહિતી મળી રહી છે અને તેની સામે ફેસબુકનું કહેવું છે કે
લોકોએ તેમની સેવાઓનો ઉપયોગ કર્યો છે કેમકે એ તેમના માટે ઉપયોગી હતી.અને સાથે તેઓ જણાવે છે કે ક્લાસ એક્શન લૉ સૂટ હેઠળ એક જેવા કાયદાકિય મામલાઓનો સામનો કરી રહેલા રોકાણકારોને સાથે આવવા અને એક કેસમાં સામેલ થવાની તક આપાઇ છે.