અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં માસ્ક વિના ફરાત 246 લોકો પાસેથી 2.46 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની 180 જેટલી ટીમો સાત ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. વધી રહેલા કેસને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટેની કડક સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે શહેરમાં ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના સાત ઝોનમાં માસ્ક વિના ફરતા 246 લોકોને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી 2.46 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 30 ટીમો દ્વારા 72 લોકો પાસેથી રૂ.72,000નો દંડ વસૂલાયો હતો, જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 22 ટીમો દ્વારા 42 લોકો પાસેથી રૂ.42,000નો દંડ વસૂલાયો હતો.
ઝોન | મૂકેલી ટીમો | માસ્ક વિના પકડાયેલ લોકો | વસૂલાયેલ દંડ |
પૂર્વ | 28 | 39 | 39,000 |
પશ્ચિમ | 26 | 26 | 26,000 |
ઉત્તર | 26 | 20 | 20,000 |
દક્ષિણ | 27 | 30 | 30,000 |
મધ્ય | 21 | 17 | 17,000 |
ઉત્તર પશ્ચિમ | 30 | 72 | 72,000 |
દક્ષિણ પશ્ચિમ | 22 | 42 | 42,000 |
કુલ | 180 | 246 | 246,000 |