કંડલા પોર્ટ પરથી 3 હજાર કરોડનું 250 કિલો હેરોઇન ઝડપાયું

| Updated: April 21, 2022 1:53 pm

કંડલા પોર્ટ પરથી કરોડોનું હેરોઇન ઝડપાયું છે. ATS અને DRIનાં સંયુક્ત ઓપરેશનમાં અંદાજિત 3 હજાર કરોડનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હોવાની આશંકા છે.

કંડલા પોર્ટ પર ડ્રગ્સની હેરાફેરીના કિસ્સાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ 2 હજાર કરોડથી વધારેની કિંમતનો હિરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે ATS અને DRIએ સંયુક્ત ઓપરેશન પાર પાડી ફરી એકવાર હિરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આ જથ્થો અંદાજિત ત્રણ કરોડની આસપાસનો હોવાની માહિતી મળી છે. જો કે, આ જથ્થો કોને મોકલવાનું હતું તે દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ભારતમાં અત્યાર સુધી કાશ્મીર અને પંજાબની સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડાતું હતું. પરંતુ, આ બંને સરહદો સીલ કરી દેવાતા ડ્રગ્સ માફિયાઓ હવે ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગ પર પસંદગી ઉતારી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન મોટાપ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે.

(પ્રતિકાત્મક તસવીર)

Your email address will not be published.