આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સ્વનિધિ મહોત્સવમાં 2.35 લાખ ફેરિયાઓને 263 કરોડની ફાળવણી

| Updated: July 30, 2022 1:36 pm

રાજ્યના ફેરિયાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે સ્વનિધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ફેરિયાઓને નાણાકીય સહાય પૂરી પાડવાના કાર્યક્રમ હેઠળ આ સ્વનિધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. તેઓને એકદમ નહીવત વ્યાજે આ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. તેના માટે કોઈ જામીનની જરૂરિયાત નહી રહે.

ગુજરાતમાં નાનો ધંધો-વ્યવસાય કરતા 2.35 લાખ શેરી ફેરિયા-ભાઇ બહેનોને વડાપ્રધાન સ્વનિધિ યોજના હેઠળ 263 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે. નાના માનવીને સહાય આપીને બેઠો કરવા માટે વડાપ્રધાન મોદી કટિબદ્ધ છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ડો. ભાગવત કરાડ પણ હાજર રહ્યા હતા. શેરીઓમાં ફરીને છૂટક વસ્તુઓનું વેચાણ કરતાં ફેરિયાઓના ઉત્થાન માટે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે સ્વનિધિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં કોરોના મહામારીના કારણે નાના અને શેરીના ફેરિયાઓની સ્થિતિ ખૂબ જ કફોડી થઈ ગઈ હતી. તેના લીધે શેરીના આ ફેરિયાઓને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વનિધિ યોજનાની શરૂઆત કરી છે. જો કે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. આ યોજનાના પ્રથમ તબક્કે અરજદારને 10 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે. આ 9 ટકા સહાય ધિરાણરૂપી બની રહેશે અVે જેમા કેન્દ્ર સરકાર સાત ટકા રકમ ભરશે અને અરજદારે ટકા રકમ ભરવાની રહેશે. જો અરજદાર સમયસર ધિરાણની રકમ પૂરી કરશે ત્યારે બીજા તબક્કામાં 20 હજાર અને ત્યારબાદ ત્રીજા તબક્કામાં 50 હજાર રૂપિયાની રોકડ સહાય નવ ટકાના ધોરણે પૂરી પાડવામાં આવશે. તેના પગલે મુખ્યમંત્રીએ સ્વનિધિ મહોત્સવ હેઠળ 26 ફેરિયાઓને છ લાખ અને દસ હજાર રૂપિયાની લોનના ચેક વિતરિત કર્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આ યોજનાનો લાભ વધુને વધુ લે તે માટે રાજ્ય સરકારે આ આયોજન કર્યુ છે.

આ સ્વનિધિ મહોત્સવ હેઠળ ફેરિયાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સ્વનિધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે શેરીઓમાં ફરીને છૂટક વસ્તુનું વેચાણ કરતા ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા તે અમારુ લક્ષ્ય છે. રાજ્ય સરકાર છેવાડાના નાગરિકો સુધી સહાય પહોંચાડવા પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચોઃ ચૂંટણી આવતા જ રાહતોનો વરસાદ શરૂઃ અમદાવાદીઓને પ્રોપર્ટી ટેક્સમાં 75 ટકા માફી

તેમણે જણાવ્યું હતું કે આ ઉપરાંત રાજ્યમાં નીચલા સ્તરના નાગરિકોના સામાજિક ઉત્થાન માટે પણ સરકાર અનેક કાર્યક્રમો કરી રહી છે. તેઓને અનેક કાર્યક્રમો હેઠળ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તેઓને મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ તો અપાયા જ છે, પરંતુ તેની સાથે હવે દૂધ સંજીવની દ્વારા પોષણક્ષમ આહાર પૂરો પાડવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગરીબ મહિલાઓ પોષણથી વંચિત ન રહી જાય તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પણ વાજબી ભાવે અનાજ પૂરુ પાડવામાં આવી રહ્યું છે. આમ સરકાર વંચિતોના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

Your email address will not be published.