ATS અને NCBએ કમાલ પાકિસ્તાનથી આવતું 280 કરોડનું ડ્રગ્સ પકડાયું તેની તપાસમાં 1200 કિલો ડ્રગ્સ પકડાયું

| Updated: May 2, 2022 8:17 pm

  • એનસીબીની ભુમિકા શંકાસ્પદ એટીએસ સક્રિય, તપાસ પણ એટીએસ પાસે રહેશે
  • આંતરરાષ્ટ્રીય જળ સીમાંથી પકડાયેલા ડ્રગ્સના છેડા યુપી અને દિલ્હી સુધી પહોચ્યા

ગુજરાત એટીએસ અને એનસીબીની કમાલ 280 કરોડનું ડ્રગ્સ પકડાયું તેની તપાસમાં બીજુ 1200 કરોડનું ડ્રગ્સ અને નશીલો પદાર્થ બનાવાનું કેમિકલ પકડાયું છે. એટીએસ કરતા પણ સિનિયર એનસીબી હોવા છતાં તપાસ એટીએસના સીરે રહેતા એનસીબી નિષ્ક્રિય હોવાનું નકારી શકાય તેમ નથી. જળસીમા બાદ મુઝફ્ફરનગર, જમીયાનગર, શાહીનબાગ સહિતના વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો.

એટીએસ અને કોસ્ટગાર્ડ ભારતની જળસીમામાં આઇએમબીએલથી 14 નોટીકલ માઇલ અંદર અલ હજ નામની બોટની તપાસ કરી હતી. આ બોટ પાકિસ્તાની હતી અને તેમાં સર્ચ કરતા તેમાંથી 280 કરોડનું 56 કિલોગ્રામ હરોઇન પકડી પાડ્યું હતુ. આ અંગે એટીએસએ ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. આ કેસની પ્રાથમિક તપાસમાં રાજી હૈદર તથા અવતારસિંહ ઉર્ફે સન્નીના નામ ખુલ્યા હતા. દરમિયાનમાં દિલ્હી એનસીબીની મદદ લઇ રાજી હૈદર અણાનત અલી ઝૈદી (રહે. જામીયાનગર, ઓખલા વિહાર, સાઉથ દિલ્હી), ઇમરાન આમીર (રહે. મુજફ્ફરનગર, ઉત્તરપ્રદેશ), અવતારસિંહ ઉર્ફે સન્ની કુલદીપસિંહ (રહે. જામીયાનગર, ઓખલા વિહાર, સાઉથ દિલ્હી) અને અબ્દુલ રાબ અબ્દુલ ખાલીક કાકડ (રહે. કંધાર, અફઘાનીસ્તાન, બાળ રહે નવી દિલ્હી) ને પકડી પાડ્યા હતા.

હૈદર રાજીની મુજફ્ફરનગર ખાતેની ફેકટરીમાંથી નાર્કોટીક્સ ડ્રગ્સ 35 કીલો જેટલુ મળી આવ્યું હતુ. આ અંગે એનસીબી દિલ્હી દ્વારા ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. એનસીબીએ રાજીનો 50 કીલો હેરોઇનનો જથ્થો જામીયાનગર, શાહિનબાગ ખાતેથી પકડી પાડ્યો હતો અને 30 લાખ રોકડા પણ પકડી પાડ્યા હતા. આ દરમિયાન હૈદર રાજી તેના બહેનના ઘરે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો સંતાડી રાખ્યો છે તેથી મુઝફ્ફરનગર ખાતે દિલ્હી સ્પેશિટલ સેલ, એસઓજી સાથે રહીને દિલ્હીમાં 155 કિલોગ્રામ એટલે કે, 775 કરોડ તથા 55 કીલોગ્રામ શંકાસ્પદ કેમીકલ મળી આવ્યુ હતુ.

શંકાસ્પદ કેમિકલ પણ નશીલા પદાર્થ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું હોવાથી તેનો પણ 210 કિલો જથ્થો પકડી પાડ્યો હતો. આમ ગુજરાત એટીએસએ 1500 કરોડની કિંમતનુ આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનો જથ્થો પકડી પાડ્યો હતો.

Your email address will not be published.