લોખંડ સ્ક્રેપના વેપારીઓ પર જીએસટી વિભાગની તવાઈ : 285 કરોડનું બોગસ બિલીંગ ઝડપાયું

| Updated: January 11, 2022 9:24 pm

રાજ્યમાં જીએસટી વિભાગે લોખંડ સ્ક્રેપના વેપારીઓના 30 જેટલા સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા. જીએસટી વિભાગે દરોડા પાડીને 285 કરોડનું બોગસ બિલીંગ ઝડપી પાડ્યું હતું.

સ્ટેટ જીએસટી વિભાગે બોગસ બિલીંગ કરતા માસ્ટર માઈન્ડને શોધી તપાસ તેજ કરી છે. બોગસ બિલીંગ માટે માસ્ટર માઈન્ડ જરૂરિયાતમંદ આર્થિક રીતે નબળા લોકોને ટાર્ગેટ કરી રૂપિયાની ઓફર કરીને તેના દસ્તાવેજો પાનકાર્ડ, આધારકાર્ડ, ફોટો, લાઈટબીલ મેળવી બેંક ખાતું ખોલાવી લેતો અને તેના નામે પેઢી ઉભી કરી બોગસ બિલીંગ કરી જીએસટી નંબર મેળવવામાં આવે છે.

તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ખોટી વેરાશાખ મેળવવા તેમજ ખોટી વેરાશાખ પાસઓન કરવામાં કરચોરીની શક્યતાના પગલે લોખંડ સ્ક્રેપના વેપાર સાથે સંકળાયેલ વેપારીઓના 30 જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. જેમાં ભાવનગર, રાજકોટ,સુરત અને અમદાવાદના વિવિધ સ્થળો પર તપાસ કરવામાં આવી હતી.

આ તમામ સ્થળો પર મળી આવેલ હિસાબી માહિતી, ડીજીટલ ડેટા, ખરીદ વેચાણના વ્યવહારોની ચકાસણી કરી હતી. હાલ તમામ જગ્યા પર ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન 17 જેટલી પેઢીઓ બોગસ બિલીંગ સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું હતું. હજુ પણ કોઈ અન્યની સંડોવણી છે કે કેમ તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 285 કરોડના બોગસ બિલીંગના વ્યવહારો સામે આવ્યા છે.

Your email address will not be published. Required fields are marked *