3 મુસ્લિમ ધારાસભ્યોએ DGPને પત્ર લખી કરી પોલીસ સામે કાર્યવાહીની માંગ!

| Updated: September 18, 2021 8:57 pm

ગોધરા શહેરમાં સીટી પોલીસ સ્ટેશનમાં થયેલા મોત અંગે કસ્ટોડિયલ ડેથનો ગુનો નોંધવા માટે ધારાસભ્યોએ ડીજીપીને રજૂઆત કરી છે. ત્રણ મુસ્લિમ ધારાસભ્ચો દ્વારા ડીજીપીને કરાએલી રજૂઆતમાં પોલીસ અધિકારી સામે માનવ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

ત્રણેય મુસ્લિમ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, મો. જાવેદ પીરીજાદા અને ઈમરાન ખેડાવાલાએ રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાને પત્ર લખી ન્યાયની માંગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, 19 સપ્ટેમ્બર, 2021ના રોજ ગોધરા સીટી પોલીસ સ્ટેશન ખાતે એક શંકાસ્પદ હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. આરોપીના પરિવારજનોનું કહેવુ છે કે પોલીસના અમાનવીય અત્યાચારના કારણે તેનું મોત નીપજ્યુ છે. તેમણે એમ પણ લખ્યું છે કે, જ્યારે મૃત આરોપીના પરીવારજનો તેને પોલીસ કસ્ટડીમાં મળવા ગયા હતા ત્યારે તેમની હાજરીમાં જ તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો.

જોકે, આ મામલે પોલીસે જણાવ્યુ હતું કે, મૃતક આરોપીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. ધારાસભ્યોએ લખેલા પત્રમાં માનવ અધિકારનો હવાલો આપીને કહેવામા આવ્યુ છે કે, મૃતકનું પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવે અને સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવે એટલુ જ નહી, જો પોલીસ અધિકારી મોત અંગે જવાબદાર જણાય તો તેની સામે કડક પગલાં ભરવામાં આવે.

Your email address will not be published. Required fields are marked *