ભાજપમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ સહિત 300 હોદ્દેદારો ભાજપમાં જોડાયા

| Updated: May 14, 2022 4:01 pm

ગાંધીનગરઃ ભારતીય જનતા પક્ષની કચેરી શ્રી કમલમ ખાતે NSUI સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખશ્રી ધ્રુવરાજસિંહ ચુડાસમા, કટોસણ ઠાકોર સાહેબ ધર્મપાલસિંહ ઝાલા, સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ મહામંત્રી, કૃષ્ણરાજસિંહ ઝાલા તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
ભારતીય જનતા પક્ષના પ્રવક્તા દ્વારા જણાવાયા મુજબ શનિવારે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે NSUI જીલ્લા પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા,કટોસણ ઠાકોર સાહેબ ધર્મપાલસિંહ ઝાલા, સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ મહામંત્રી કુષ્ણરાજસિંહ ઝાલા તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા,પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા,પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલના હસ્તે ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
કોંગ્રેસમાં ચાલતા જૂથવાદ, પરિવારવાદ, દિશાહીન નેતૃત્વથી હતાશ થઇ વારંવાર રજૂઆત કરવા છતા આ યુવાઓના પ્રશ્નોને વાંચા ના મળતા હતાશ અને નિરાશ થયેલા આ યુવાઓ રાષ્ટ્ર સર્વોપરીની ભાવના ધરાવતા દેશના એક માત્ર પક્ષ ભાજપની વિકાસલક્ષી રાજનીતિ સાથે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના ગુજરાત પ્રદેશના નેતૃત્વથી પ્રેરાઈ આજ રોજ પ્રદેશ નેતૃત્વના હાથે આ સહુ યુવાઓ જોશ અને ઉત્સાહ સાથે કેસરિયો ધારણ કરી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ કાર્યક્રમમાં પ્રદેશ સહ પ્રવક્તા ઋત્વિજ પટેલ,પ્રદેશ મીડિયા સહ કન્વીનર ઝુબિન આશરા, પ્રદેશ સોશિયલ મીડિયાના સહ કન્વીનર મનન દાણી,ભાજપના અગ્રણી નેતા જયરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

Your email address will not be published.