અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના નવા 315 કેસઃ પાંચ મહિનાના ઊંચા સ્તરે

| Updated: August 6, 2022 1:26 pm

અમદાવાદમાં કોરોનાના (#Corona) રોગચાળાએ (#Pandemic) ફરીથી માથુ ઊચક્યુ છે. અમદાવાદ જિલ્લામાં શહેર અને ગ્રામીણ વિસ્તારોના સંયુક્ત રીતે દૈનિક નવા કેસોની સંખ્યા પાંચ મહિનાના ઊંચા સ્તરે પહોંચતા 315 નોંધાઈ છે. રાજ્યમાં કોઈપણ જાનહાનિ વગર 787 નવા કેસ નોંધાયા છે. કોરોનાના મોરચે ચાલતા દૈનિક હેલ્થ બુલિટન મુજબ હાલમાં શહેરમાં પાંચ દર્દીઓ વેન્ટિલેટર પ રચે.

રાજ્યભરમાં 18મી જુલાઈના રોજ પરીક્ષણોની (#Testing) સંખ્યા 15 જુલાઈના 40 હજાર કરતાં વધુ પરીક્ષણોથી ઘટીને 25,138 થઈ ગઈ, જ્યારે પરીક્ષણ હકારાત્મકતા દર બેમાંથી વધીને 2.3 ટકા થયો. અમદાવાદ શહેરમાં સુભાષનગરના પશ્ચિમ ઝોન વિસ્તારમાં કુલ 18 વ્યક્તિઓની વસ્તી ધરાવતા ત્રણ ઘરોને પ્રતિબંધિત કરીને નવો માઇક્રો-કન્ટેઇનમેન્ટ ઝોન પણ ઉમેરાયો છે. હાલમાં શહેરમાં છ સક્રિય માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન છે.

ઘણા જિલ્લાઓમાં ચેપનો (#Infection) ફેલાવો વધ્યો છે. મંગળવારેમાં રાજ્યના 33 જિલ્લામાંથી 25 જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. મહેસાણામાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહયા છે, જેમા 55 કેસ નવા કેસ નવા છે. આમ વધારો છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધારે છે.

અમદાવાદમાં કોરોનાના લીધે એક દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 947 કેસ નોંધાયા છે અને ત્રણ મોત નોંધાયા છે. અન્ય બે મોતમાં એક ગાંધીનગર અને બીજું મોરબી જિલ્લામાં નોંધાયું છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓની કુલ સક્રિય સંખ્યા વધીને 5,992 પર પહોંચી ગઈ છે, જ્યારે 22 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં સક્રિય કેસોની સંખ્યા થોડી ઘટીને 1,962 થઈ ગઈ છે. આમ સપ્તાહ પછી અમદાવાદમાં પહેલી વખત કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યાનો આંકડો 2000ની અંદર ઉતર્યો છે.

રાજ્યના બીજા શહેરોમાં કોરોનાના કેસો જોઈએ તો વડોદરામાં 106, મહેસાણામાં 89 અને રાજકોટમાં 63 અને સુરતમાં 39નો સમાવેશ થાય છે. જ્યારે બે જિલ્લામાં શૂન્ય કોરોના કેસ નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 4,300 લોકોએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો અને 12,750 લોકોએ બીજો ડોઝ લીધો હતો. આમ રાજ્યમાં કુલ 5.43 કરોડ લોકો રસીનો પહેલો ડોઝ અને 5.37 કરોડ લોકો રસનો બીજો ડોઝ લઈ ચૂક્યા છે. રાજયએ કુલ 38,942 સિનિયર સિટિઝનને બૂસ્ટર ડોઝ આપતા રાજ્યમાં બૂસ્ટર ડોઝ લેનારાઓની સંખ્યા વધીને 49.48 લાખ થઈ ગઈ છે.

Your email address will not be published.