દેશમાં 2014-19 વચ્ચે રાજદ્રોહના 326 કેસ નોંધાયા, માત્ર 6 કેસ સાબિત થયા

| Updated: July 18, 2021 5:58 pm

દેશમાં છેલ્લા કેટલાક સમયથી રાજદ્રોહના કેસનો મુદ્દો ઘણો ચગ્યો છે. પરંતુ 2014થી 2019 સુધીના છ વર્ષનો અભ્યાસ કરતા જણાય છે કે આ ગાળામાં રાજદ્રોહના કુલ 326 કેસ નોંધાયા હતા, જેમાંથી માત્ર છ વ્યક્તિ સામે ગુનો સાબિત થયો છે.

સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહમાં જણાવ્યું હતું કે આઇપીસીના સેક્સન 124 (સી)નો દુરુપયોગ કરવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર બ્રિટિશ શાસન વખતના આ કાયદાને હજુ સુધી દૂર શા માટે નથી કરતી જેનો ઉપયોગ ગાંધીજી જેવા સ્વતંત્રતા સેનાનીઓ સામે કરવામાં આવ્યો હતો.

કેન્દ્રિય ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં પાંચ વર્ષમાં 326 કેસમાંથી સૌથી વધુ 54 કેસ આસામમાં નોંધાયા હતા. કુલ કેસમાંથી 141માં ચાર્જશીટ દાખલ થઈ હતી અને છ વ્યક્તિ જ દોષી સાબિત થઈ છે.

ગૃહમંત્રાલયે હજુ 2020નો ડેટા સંપાદિત નથી કર્યો. આસામમાં રાજદ્રોહના 54 કેસ થયા તેમાંથી 26 કેસમાં ચાર્જ શીટ દાખલ થઈ હતી અને 25 કેસ ચાલી ગયા છે. જોકે, તેમાંથી એક પણ વ્યક્તિને સજા થઈ નથી. ઝારખંડમાં 40 કેસ નોંધાયા હતા. હરિયાણામાં 31 કેસ અને બિહાર, જમ્મુ-કાશ્મીર તથા કેરળમાં 25-25 કેસ નોંધાયા હતા.

Your email address will not be published.