અમદાવાદમાં નવા 36 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

| Updated: January 8, 2022 8:41 pm

અમદાવાદમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંક્રમણ પર કબૂ મેળવવા માટે વિવિધ પગલાઓ પણ ભરવામાં આવી રહ્યા છે. જેથી શહેરમાં આજે નવા 6 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર કરાયા છે અને નવા 36 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. જેથી શહેરમાં કુલ 171 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે.

દુર કરાયેલા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની યાદી

અમદાવાદમાં આજે છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 2521 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે તેઓના માટે ટેલી મેડિસિન હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે. દર્દીઓ કોવિડ-19 સારવાર માટે ટેલિ-કન્સલ્ટેશન મેળવવા માટે 14499 પર કૉલ કરી શકે છે. તેમને ડોકટરોના સંપર્કમાં રાખવામાં આવશે જેઓ ફોન પર જરૂરી તબીબી માર્ગદર્શન આપશે. આ સેવા ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે.

Your email address will not be published. Required fields are marked *