અમદાવાદમાં રથયાત્રાએ 3800 વાહનોની ખરીદી થઈ

| Updated: July 2, 2022 4:19 pm

અમદાવાદઃ અમદાવાદમાં રથયાત્રાએ 3000 હજારથી વધારે ટુ-વ્હીલર અને 800 જેટલા ફોર-વ્હીલરની ડિલિવરી થઈ હતી. રથયાત્રાનો દિવસ કોઈપણ પ્રકારની ખરીદી કરવા માટે પવિત્ર દિવસ મનાય છે. આ દિવસે વાહનોની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. ગયા વર્ષના રથયાત્રાના તહેવારની તુલનાએ આ વર્ષે રથયાત્રાએ ટુ-વ્હીલરની માંગમાં 18 ટકા વધારો જોવા મળે છે. તેનું કારણ લો બેઝ ઇફેક્ટ છે, એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ એસોસિયેશન (ફાડા)નું કહેવું છે.

ફાડાના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રણવ શાહે જણાવ્યું હતું કે આ વર્ષે આર્થિક પ્રવૃત્તિમાં નવસંચાર થયો છે. તેના પરિણામે દ્વિચક્રી વાહનની માંગ સારી છે. સ્કૂલો અને કોલેજો ફરીથી શરૂ થઈ છે. તેથી ગયા વર્ષની રથયાત્રાની તુલનાએ આ વર્ષે વેચાણ 25 ટકા વધ્યા છે.

વાહનોના ભાવ ઊંચા હોવા છતાં ટુ-વ્હીલરોની ખરીદીનું પ્રમાણ સારુ રહ્યુ હતુ. કાર વેચાણ પણ સારા રહ્યા હતા. ફાડાના અંદાજ મુજબ ફોર વ્હીલરનું વેચાણ ગયા વર્ષની તુલનાએ 12 ટકા વધ્યું છે. પણ પુરવઠાના મોરચે તકલીફોના લીધે વેચાણ પર અસર પડવાનું જારી રહ્યુ હતું. જો કે કારની માંગ સારી હતી. જો અમને વધારે સ્ટોક મળ્યો હોત તો અમે તે પણ વેચી શક્યા હોત એમ કાર ડીલરોનું કહેવું હતું. સેમી કંડક્ટરની અછતના લીધે સપ્લાય ચેઇનમાં અવરોધ સર્જાયો છે, એમ કાર ડીલરે જણાવ્યું હતું. ઉદ્યોગનો અંદાજ દર્શાવે છે કે એન્ટ્રી લેવલના મોડેલ અને મિડ સાઇઝ કાર માંગમાં રહી હતી. જ્યારે મોટરસાઇકલ્સની તુલનાએ ગીયરલેસ સ્કૂટર મોટાપાયે વેચાયા હતા.

Your email address will not be published.