વેપારીઓના ડુબી ગેયલા 4 કરોડ પોલીસ મહિનામાં પરત લાવી, 89 પોલીસ કર્મીઓને ગૃહમંત્રી ઇનામ આપશે

| Updated: June 15, 2022 9:16 pm

આઇજી ગૌતમ પરમારે રચેલી શીટ વેપારીઓ ઠગોએ પડાવેલા 11.50 કરોડ પરત લાવી
સાત PSI મળી કુલ 89 પોલીસકર્મીઓએ અલગ અલગ રાજ્યોમાં જઇ વેપારીઓના પૈસા પરત મેળવી આવી

અમદાવાદ મસ્કતી માર્કેટના વેપારીઓના કરોડો રુપિયા બહારના રાજ્યના વેપારીઓના હાથે ડુબી જતા હતા. તે રુપિયા પરત આવે તે માટે રાજ્યના ગૃહમંત્રીના આદેશથી સેક્ટર -2ના આઇજી જેસીપી ગૌતમ પરમારે એક સીટ બનાવી હતી. આ સીટે છેલ્લા થોડા સમયમાં જ કુલ 11.50 કરોડની માતબર રકમ વેપારીઓને પરત અપાવી હતી. ગત મહિનામાં જ સાત પીએસઆઇ મળી કુલ 89 પોલીસકર્મીઓએ સીટે વેપારીઓના ડુબી ગયેલા 4 કરોડ પરત લાવી આપ્યા હતા. તમામ પોલીસકર્મીઓને રાજ્યના ગૃહમંત્રીના હાથે સન્માનિત કરવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા રોકડ ઇનામ અને સેક્ટર-2ના આઇજી ગૌતમ પરમાર દ્વારા પ્રશંસા પત્ર આપવામાં આવશે. મસકતી માર્કેટના વેપારીઓ પણ પોલીસકર્મીઓને પ્રોત્સાહન ઇનામ આપશે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સઘવીને છેલ્લા ઘણા સમયથી મસ્કતી માર્કેટના વેપારી દ્વારા ફરીયાદ મળતી હતી કે, તેમનો માલ ખરીદનાર અન્ય રાજ્યના વેપારીઓ તેમની સાથે ઠગાઇ કરે છે અને વારંવાર ઠગાઇ આચરી કરોડો રુપિયાનું કાપડ લઇ જાય છે અને પરત આપતા નથી. જેથી રાજ્યના ગૃહમંત્રીએ સેકટર-2ના આઇજી ગૌતમ પરમારને સુચના આપી હતી અને તેમની ફરિયાદનો નિકાલ લાવવા માટે જણાવ્યુ હતુ. જેથી ગૌતમ પરમારે કાપડની ઠગાઇ થઇ હોય તે માટે એક સ્પેશિયલ ટીમ એટલે કે શીટ બનાવી હતી. દરમિયાનમાં કાપડની તમામ ફરિયાદનો શીટમાં લેવામાં આવતી હતી અને શીટ દ્વારા વેપારીઓને તાત્કાલિક ન્યાય માટે કાર્યવાહી કરવામાં આવતી હતી.

દરમિયાનમાં શીટમાં 605 જેટલી અરજીઓ આવી હતી. શીટમાં રહેલા પાંચ પીએસઆઇ સહિત 89 પોલીસકર્મીઓની નિમણૂંક કરી કાપડની અરજીઓ માટે જ કામ હાથ ધરાયું હતુ. આખરે વેપારીઓને ન્યાય મળે તે રીતે અન્ય રાજ્યોમાં જઇ પોલીસે કાર્યવાહી કરી છેલ્લા થોડા સમયમાં જ ગુજરાતના અમદાવાદના વેપારીઓની કુલ 11.50 કરોડ જેટલી માતબર રકમ પરત મેળવી આપી હતી.

આ અંગે સેક્ટર-2ના આઇજી ગૌતમ પરમારે જણાવ્યુ હતુ કે, મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા સીટના પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહન મળે તે માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રાજ્યના ગૃહમંત્રીના આદેશથી સીટની કામગીરી કરી વેપારીઓને અત્યાર સુધીમાં 11.50 કરોડ પરત લાવી આપ્યા હતા. આ પોલીસકર્મીઓનું સન્માન કરવામાં આવશે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા પોલીસકર્મીઓને રોકડ 2 હજાર અને પીએસઆઇને રોકડ 2500નું ઇનામ આપવામાં આવશે તથા મારા દ્વારા તમામ પોલીસકર્મીઓની સારી કામગીરી હોવાથી પ્રસંસાપત્ર આપવામાં આવશે. મસ્કતી માર્કેટમાં ગૌરાંગભાઇ ભગત અને નરેશભાઇ શર્મા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે.

ક્યા ક્યા રાજ્યોમાં ગઈ હતી ટીમ

પશ્ચિમ બંગાળ, તમિલનાડું, કર્ણાટક, મહારાષ્ટ્ર, દીલ્લી, રાજસ્થાન, પંજબ અને હરિયાણા

સમસ્યા શું રહેતી હતી, ગૃહમંત્રીએ કેવી રીતે નિકાલ કર્યો

અમદાવાદમાં આવેલા મસ્કતી માર્કેટમાં કાપડના વેપારીઓ પાસે બહારના રાજ્યના વેપારીઓ કાપડ ખરીદતા હતા અને બહારના રાજ્યના વેપારીઓ હોવાથી પૈસા આપતા ન હોવાથી ડુબી જતાં હતા. જેથી આ અંગે વેપારીઓ દ્વારા રાજયના ગૃહમંત્રીને ફરિયાદ કરવામાં આવતી હતી.

આટલા વર્ષોમાં પહેલી વખત પોલીસનો આવો સપોર્ટ મળ્યો: ગૌરાંગ ભગત

મસ્કતી માર્કેટના મહાજન અને ન્યુ ક્લોથ મારકેટના વેપારી ગૌરાંગ ભગતે જણાવ્યુ હતુ કે, પહેલી વખત આટલી ઝડપી કામ થયું છે. વેપારીઓ ગૃહમંત્રીની બનાવેલી સીટથી ખુશ છે. વેપારીઓના 11.50 કરોડ પાછા લાવી આપતા કેટલાય વેપારીઓના જીવ બચ્યા છે. વેપારીઓના ઉઠામણા થતાં પણ બચી ગયા છે. વેપારીઓ ખુશ થતાં ગૃહમંત્રીના હસ્તે સીટના પોલીસકર્મીઓને પ્રોત્સાહન આપવા માટેનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે.

Your email address will not be published.