સુરતમાં ઘરની બહાર રમતી ચાર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ

| Updated: October 13, 2021 3:39 pm

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. શહેરમાં દરરોજ ગંભીર ગુના બની રહ્યા છે, તેમાં પણ મહિલાઓ અને બાળકો વિરોધી ગુના સૌથી વધુ ચિંતાજનક છે.

આવી જ એક ઘટનામાં ચાર વર્ષની બાળકીને ઉઠાવી જઈ તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે. ગુનો આચરનાર અજાણ્યા યુવાને ગુનો કર્યા પછી બાળકીને જંગલમાં ફેંકી દીધી હતી.

વાંચોઃ સરકારી નોકરીની લાલચમાં 33 યુવાનો લૂંટાયાઃ 59 લાખ રૂપિયાની છેતરપિંડી: https://www.vibesofindia.com/gu/33-youths-robbed-in-the-name-of-government-job-scam/

પોલીસે જણાવ્યા પ્રમાણે સચિન GIDCમાં મંગળવારે આ ઘટના બની છે. બાળકીને ચોકલેટની લાલચ આપી નરાધમ યુવક તેને એકાંત જગ્યાએ લઈ ગયો હતો દુષ્કર્મ કરી નજીકની ઝાડીઓમાં ફેંકી દીધી હતી. બાળકી ન મળવાથી તેના માતાપિતાએ પોલીસને જાણ કરી હતી.

સચિન જીઆઇડીસી પોલીસ અને ક્રાઇમબ્રાંચે 10 ટીમ બનાવીને 5 કલાકની તપાસના અંતે રામેશ્વર કોલોની પાસેથી ઝાડી ઝાંખરામાંથી ઇજાગ્રસ્ત બાળકીને શોધી કાઢી હતી. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો પણ પોલીસે તેને સીસીટીવીના ફૂટેજની મદદથી ઝડપી પાડ્યો છે. સિવિલ હોસ્પિટલમાં બાળકીનું તબીબી પરીક્ષણ કરાતાં તેના પર દુષ્કર્મ થયાનું જાણવા મળ્યું હતું.

પોલીસે જણાવ્યા પ્રમાણે શ્રમિક વિસ્તારની બાળકી રમતાં રમતાં ઘરથી દૂર જતી રહી હતી. તે ઘરે પરત ન ફરતાં માતાએ શોધખોળ કરતાં બે બાળકોએ કહ્યું કે બાળકીને એક અંકલ લઈ ગયા છે. માતાએ બપોરે દોઢ ક્લાકે સચિન GIDC પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ એરિયાના સીસીટીવીના આધારે તપાસ કરી હતી.

પીડિત બાળકીના પિતાએ જણાવ્યું કે મારી પત્નીની તબિયત ખરાબ હોવાથી હું મંગળવારે સવારે નાસ્તો બનાવી રહ્યો હતો. બે માસૂમ દીકરી પૈકી 4 વર્ષની દીકરી ઘરઆંગણે રમી રહી હતી. થોડીવાર બાદ તે અચાનક ગુમ થઈ જતાં શોધખોળ હાથ ધરી હતી. લગભગ 7 કલાક બાદ એટલે કે સાંજે 4:30 વાગે તે ઘરથી 3 કિલોમીટર દૂર જંગલમાંથી મળી આવી હતી.

Your email address will not be published. Required fields are marked *