પૃથ્વીથી 4,000 પ્રકાશવર્ષ દૂર બ્રહ્માંડમાં ઉર્જાનાં પ્રચંડ વિસ્ફોટ કરતાં રહસ્યમય પદાર્થની ભાળ મળી

| Updated: January 27, 2022 4:19 pm

પૃથ્વીથી 4,000 પ્રકાશવર્ષ દૂર બ્રહ્માંડ માં એક રહસ્યમય પદાર્થની ભાળ મળી છે અને અંતરિક્ષમાં પહેલાં અગાઉ જોવા મળેલી કોઈપણ વસ્તુથી સાવ જુદો છે તેમ ખગોળશાસ્ત્રીઓએ જણાવ્યું છે.

ખગોળશાસ્ત્રીઓ માને છે કે તે ન્યુટ્રોન સ્ટાર(તારો) અથવા વ્હાઇટ ડવાર્ફ (સફેદ વામન) હોઈ શકે છે.વ્હાઇટ ડવાર્ફ એવો તારો છે જે તેનાં કેન્દ્રમાં અતિ-શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર સાથે તૂટી જાય છે. જેને મેગ્નેટર તરીકે પણ ઓળખવામાં આવે છે.

જેમ જેમ તે બ્રહ્માંડ માં ફરે છે તેમ તેમ આ પદાર્થ કિરણોત્સર્ગ(રેડિએશન)નો મારો ચલાવે છે, અને દર 20 મિનિટે એક મિનિટ માટે તે રાતનાં આકાશમાં સૌથી તેજસ્વી પદાર્થોમાંથી એક દેખાય છે.

ખગોળશાસ્ત્રીઓનાં અવલોકનમાં જાણવા મળ્યું છે કે તે કલાકમાં ત્રણ વખત વિસ્ફોટ સાથે વિશાળ ઊર્જા મુક્ત કરે છે. ઑસ્ટ્રેલિયાની કર્ટીન યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોનોમી રિસર્ચ (આઇસીઆરએઆર)ની એસ્ટ્રોફિઝિસ્ટ ડૉ. નતાશા હર્લી-વૉકર આ રહસ્યમય પદાર્થની શોધ કરનાર ટીમનાં લીડર છે.

તેમની ટીમ બ્રહ્માંડ માંથી આવતાં રેડિયો તરંગોનું મેપિંગ કરી રહ્યા હતા ત્યારે જ્યારે તેમને સંભવિત ‘મેગ્નેટાર’ની ભાળ મળી હતી. તેણીએ કહ્યું કે,આ અમારા અવલોકનો આ પદાર્થ દરમિયાન થોડા કલાકોમાં દેખાતો હતો અને અદૃશ્ય થઈ જતો હતો.ખગોળશાસ્ત્રી માટે તે એક પ્રકારે માન્યામાં ન આવે તેવું ડરામણું હતું કારણ કે અંતરિક્ષમાં આવી કોઇ ચીજ પહેલા જોવા મળી નથી.

ઉપરાંત તે ખરેખર આપણી ખૂબ નજીક છે, લગભગ 4,000 પ્રકાશ વર્ષ દૂર. તે આપણી ગેલેક્સીની નજીક છે.ડૉ. હર્લી-વૉકરે જણાવ્યું હતું કે અવલોકનો ‘અલ્ટ્રા-લોન્ગ પિરિયડ મેગ્નેટર’ નામના એસ્ટ્રોફિઝિકલ ઑબ્જેક્ટ એટલે કે પદાર્થ સાથે મેળ ખાય છે.

તે ધીમે ધીમે ફરી રહેલા ન્યુટ્રોન સ્ટારનો એક પ્રકાર છે જેનું અસ્તિત્વ હોવાનું સૈધ્ધાંતિક રીતે માનવામાં આવે છે.પરંતુ આ રીતે તેની સીધી ભાળ મળશે તે કોઇએ વિચાર્યું ન હતું. કારણ કે અમે તે આટલો તેજસ્વી હશે તેમ પણ માનતા ન હતા.

કોઈક રીતે તે ચુંબકીય ઊર્જાને રેડિયો તરંગોમાં જોરદાર રીતે રૂપાંતરિત કરી રહ્યો છે જે આપણે પહેલાં કયારેય જોયું નથી. કર્ટીન યુનિવર્સિટી ઓનર્સના વિદ્યાર્થી ટાયરોન ઓ’ડોહર્ટીએ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં મર્ચિસન વાઇડફિલ્ડ એરે ટેલિસ્કોપનો ઉપયોગ કરીને આ ઑબ્જેક્ટની શોધ કરી હતી.તેણે કહ્યું કે આ રોમાંચક છે કે કેમ કે મેં ગયા વર્ષે જેની ઓળખ કરી હતી તે આટલી વિચિત્ર વસ્તુ હોવાનું જાણવા મળ્યું હતું.

બ્રહ્માંડ માં એવા પદાર્થ કે ચાલુ અને બંધ થાય છે તે નવી વાત નથી. જેમાં કેટલાક થોડા દિવસો દરમિયાન દેખાય છે અને થોડા મહિના પછી અદૃશ્ય થઈ જાય છે, અને અન્ય મિલિસેકન્ડ અથવા સેકંડમાં ચાલુ અને બંધ થાય છે.

જોકે, એસ્ટ્રોફિઝિસ્ટ અને શોધના સહ-લેખક ડૉ. જેમ્મા એન્ડરસને જણાવ્યું હતું કે માત્ર એક મિનિટ માટે કંઇક એવું જોવા મળ્યું જે આ નવી શોધને સાવ અલગ બનાવે છે. 

Your email address will not be published.