ગુજરાતમાં કોરોનાના 48 નવા કેસઃ એક દિવસમાં 1.40 લાખનું રસીકરણ

| Updated: December 5, 2021 9:12 pm

ઓમિક્રોન વેરિયન્ટના ખતરા વચ્ચે ગુજરાતમાં રવિવારે કોવિડના 48 નવા કેસ નોંધાયા હતા. આજે રાજ્યભરમાં કોરોનાના 24 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કોરોનાના 8,17,263 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 48 કેસ નોંધાયા હતા. જેની સાથે રાજ્યનો રિકવરી રેટ 98.74 ટકા થયો છે. શહેરોમાં કોરોનાના કેસમાં અમદાવાદમાં 17, સુરતમાં 8, વડોદરામાં 7, આણંદમાં એક, નવસારીમાં એક, રાજકોટ અને વલસાડમાં એક કેસ નોંધાયા હતા.

આજે દિવસ દરમિયાન 1,39,589 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. જોકે, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી શંકાસ્પદ કેસ પણ ગુજરાતમાં મળી આવવાથી હાલ લોકોમાં ભયનો માહોલ મળ્યો હતો.

આમ છતાં મોટા ભાગના મહાનગરોમાં હાલ અત્યારે પણ લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસટન્સ વગર જોવા મળે છે. તેમજ રાજકોટ એરપોર્ટ પર કેનેડાથી આવતા વ્યક્તિનું ચેકીંગ ન કરાતા હોબાળો મચ્યો હતો. આ અંગે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ વિદેશથી આવતા લોકોનું વ્યવસ્થિત સ્ક્રિનિંગ કરવા પર ભાર મુક્યો હતો.

Your email address will not be published.