ગુજરાતમાં છેલ્લા 18 મહિનામાં સાયબર ક્રાઇમની 4,985 ફરિયાદો

| Updated: July 31, 2021 12:56 pm

ડિસેમ્બર 2019માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમ સેલની પહેલ ‘સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ’ની સ્થાપના કરવામાં આવી હતી.  આ પ્રોજેક્ટ હેઠળ નાણાકીય ગુનાઓ, આઇડેનટિટિ થેફ્ટ તથા સાઇબર-બુલિઈંગ અને સતામણી જેવા વિવિધ પ્રકારના ઓનલાઈન ગુનાઓ સામે યોગ્ય પગલાં ભરાય તે માટે તેની સ્થાપના કરાઇ હતી.

સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ કામ કરતાં ચાર યુનિટ્સમાંનું એક યુનિટ એન્ટી સાયબર બુલિઈંગ યુનિટ છે. આ યુનિટ ઓનલાઈન સટોકિંગ, સતામણી, બુલિઈંગ, મોર્ફ કરેલી તસવીરોનો ઉપયોગ તથા જાતીય સતામણીના પીડિતોની ગુપ્તતા જાળવીને તેમની મદદ કરવા માટે પોલીસ કર્મચારીઓ અને સલાહકારોની સમર્પિત ટીમ ધરાવે છે. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર 5000થી વધુ યુવતીઓ સાથે ઓનલાઈન સ્ટોકિંગ, છેડતી અને હેરાનગતિ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરાયેલા આંકડા જણાવે છે કે જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધી પીડિતો દ્વારા 4,985 જેટલી ફરિયાદો કરવામાં આવી છે.

નાયબ પોલીસ કમિશનર અમિત વસાવાએ જણાવ્યું હતું કે પ્રાપ્ત થયેલી 5,000 ફરિયાદોમાંથી મોટાભાગની ફરિયાદો માત્ર યુવતીઓ દ્વારા કરવામાં આવી હતી, જે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી આવી હતી. સોશિયલ મીડિયા વેબસાઇટ્સ પર સટોકિંગ તથા અભદ્ર ટિપ્પણીઓ સંબંધિત ફરિયાદો નોંધાવામાં આવી હતી.

નકલી એકાઉન્ટ્સને લગતા ઘણા કેસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ આવતા ન હોવાથી તેને ક્રિમિનલ કૃત્ય તરીકે ગણવામાં આવે છે, એન્ટી સાયબર બુલિઈંગ યુનિટે એકાઉન્ટ્સને નિષ્ક્રિય કરી, કાર્યવાહી બાદ પીડિતોનું કૌંસલિંગ કરાય છે. મોટાભાગના કેસમાં, આરોપી પીડિતની ઓળખાણમાનું જ કોઈ હોય છે. બેલેન્ગુરુમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સમાં તાલીમ પામેલી સેલની ચાર મહિલા અધિકારીઓ દ્વારા મહિલા પીડિતોની કૌંસલિંગ શરૂ કર્યું છે.

Your email address will not be published.