જુહાપુરામાં કોર્પોરેશનની ખુલ્લી ગટરમાં પડી જતા 5 વર્ષની બાળકીનું મોત

| Updated: October 3, 2021 10:12 am

વરસાદના કારણે શહેરમાં ભુવા પડવાની ઘટનાઓ સામે આવે છે તયારે હવે તંત્ર દ્વારા શહેરમાં આવેલી ગટરો પણ ખુલ્લી જોવા મળી રહી છે અને ખુલ્લી ગટરમાં પડી જવાથી એક 5 વર્ષીય બાળકીનું મોત નિપજતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કોર્પોરેશનની આ બેદરકારીના લીધે એક 5 વર્ષીય માસુમ બાળકીનું મોત નિપજતા તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

સરખેજ જુહાપુરા રોડ પર આવેલા રોયલ અકબર ટાવરના પાર્કિંગમાં એક 5 વર્ષની બાળકી રમી રહી હતી ત્યારે બાજુમાં આવેલી ખુલ્લી ગટરમાં તેનો પગ લપસી જતા તે ગટરમાં પડી ગઈ હતી. થોડીવાર સુધી બાળકી ના દેખાતા તેની માતાએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે તેને જાણવા મળ્યું કે તેની બાળકી ખુલ્લી ગટરમાં પડી ગઇ છે. આ બનાવની જાણ તાત્કાલિક ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરની ટીમ ત્યાં પોહચીને બાળકીને ગટરમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ બાળકીને બહાર નિકાળવામાં આવી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક વી એસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતા ફરજ પરના ડોકટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી.

બાળકીના મોતના સમાચાર સાંભળતા જ તેની માતા પણ બેભાન થઈ ગઈ હતી. હાલ સમગ્ર મામલે વેજલપુર પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પરંતુ અહીંયા સૌથી મોટો યજ્ઞપ્રશ્ન એ છે કે વરસાદી માહોલમાં કોર્પોરેશન દ્વારા કેમ ગટરો ખુલ્લી છોડવામાં આવે છે. હવે આ 5 વર્ષની બાળકીનો મોતનો જવાબદાર કોણ?

ઘટનાસ્થળ

Your email address will not be published. Required fields are marked *