ગુજરાતમાં RTE પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડમાં 58,000 બેઠકો ફાળવવામાં આવી

| Updated: May 7, 2022 10:47 am

આરટીઈમાં (RTE) પ્રથમ રાઉન્ડ પ્રથમ રાઉન્ડમાં કુલ ૬૪,૪૬૩ બેઠકમાંથી ૫૮,000 બેઠકો પર પ્રવેશ કન્ફર્મ થયો છે અને હજુ ૬,000 જેટલી ખાલી છે.પ્રથમ રાઉન્ડનું અલોટમેન્ટ ગત 26મીએ કરવામાં આવ્યું હતું.જેમાં આ વર્ષે કુલ  71,386 બેઠકોમાંથી 64463 બેઠકો ફાળવી હતી. જ્યારે બાકીની બેઠકો વાલીઓની પસંદગીના અભાવે ખાલી રહી હતી.

આ પણ વાંચો: અર્જુન કપૂર સાથે લગ્ન કરવા તૈયાર છે મલાઈકા અરોરા? અભિનેત્રીએ એક મોટી હિન્ટ આપી

પ્રથમ રાઉન્ડમાં જે ૬૪૪૬૩ બાળકોને પ્રવેશ ફાળવાયો હતો જેમાંથી ૫૮ હજાર બાળકોના વાલીએ પ્રવેશ કન્ફર્મ કરાવી લીધો છે.પ્રાથમિક શિક્ષણ વિભાગે સ્કૂલોને કન્ફર્મ થયેલા પ્રવેશની વિગતો ઓનલાઈન પોર્ટલ પર સબમીટ કરવા માટે બે દિવસની મુદત આપી છે.જેથી પ્રવેશ કન્ફર્મની સંખ્યા હજુ વધી શકે છે.પરંતુ હાલના તબક્કે કુલ મળીને ૧૩ હજારથી વધુ બેઠકો ખાલી છે.હવે આરટીઈનો (RTE) બીજો રાઉન્ડ સરકાર દ્વારા થોડા દિવસોમાં જાહેર કરાશે.

Your email address will not be published.