5G સ્પેકટ્રમની હરાજીને કેન્દ્રિય કેબિનેટને મંજૂરીઃ દિવાળી સુધીમાં સેવા શરૂ થવાની શક્યતા

| Updated: June 15, 2022 12:44 pm

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીના અધ્યક્ષ પદ હેઠળ મળેલી કેબિનેટે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે 5G (ફિફ્થ જનરેશન) સ્પેકટ્રમની હરાજીને મંજૂરી આપી દીધી છે. જુલાઈના અંતમાં 5G સ્પેકટ્રમની હરાજી કરવામાં આવશે. આ હર

વીસ વર્ષની વેલિડિટી સાથે કુલ 72 ગીગાહર્ટ્ઝ હરાજી માટે મૂકવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે 5Gની સ્પીડ 4G કરતાં દસ ગણી વધુ ઝડપી હશે. આ ઉપરાંત ભારત 4G કરતાં વહેલા 5G શરૂ કરવા તૈયાર છે. ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને તેના જેવા અનેક ફ્લેગશિપ કાર્યક્રમ હાથ ધર્યા છે, આ બધામાં ડિજિટલ કનેક્ટિવિટી સૌથી મહત્વનો પાયો છે.

સ્પેકટ્રમની હરાજી હેઠળ કુલ 72097.85 મેગાહર્ટ્ઝની હરાજી કરવામાં આવશે. આ સ્પેકટ્રમ હરાજી 20 વર્ષ માટે હશે. હાઈ ફ્રીકવન્સી બેન્ડમાં 26 ગીગાહર્ટ્ઝ, મધ્યમ ક્ષેત્રે 3,300 મેગાહર્ટ્ઝ અને લોઅર ફ્રીકવન્સીમાં 600 મેગાહર્ટઝ, 700 મેગાહર્ટ્ઝ, 800 મેગાહર્ટ્ઝ, 900 મેગાહર્ટ્ઝ, 1800 મેગાહર્ટ્ઝ, 2100 મેગાહર્ટ્ઝ, 2300 મેગાહર્ટ્ઝની હરાજી કરવામાં આવશે.

આ હરાજીના સંદર્ભમાં એમ માનવામાં આવે છે કે ટેલિકોમ ઓપરેટરો મિડ અને હાઇ બેન્ડનો ઉપયોગ ગ્રાહકોને 5G આધારિત સેવાઓ પૂરી પાડવા માટે કરશે. તેઓના દ્વારા ગ્રાહકોને પૂરી પાડવામાં આવનારી આ સેવાઓની ઝડપ અગાઉની 4G ટેકનોલોજી કરતાં દસ ગણી વધારે હશે.

ટેલિકોમ સેક્ટરમાં સુધારાની ગતિ ચાલુ રાખીને કેબિનેટે કારોબાર સરળ કરવા આગામી સ્પેકટ્રમની હરાજી દ્વારા બિડર્સ દ્વારા ખરીદવામાં આવનારા સ્પેકટ્રમના સંદર્ભમાં વિવિધ વિકલ્પોની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત સરકારે દેવાના બોજ હેઠળ દટાયેલા ટેલિકોમ સેક્ટરને રાહત આપતો નિર્ણય લેતા જણાવ્યું છે કે આ ફાઇવ-જી સ્પેકટ્રમની હરાજીમાં તેઓએ અગાઉથી કોઈપણ પ્રકારની એડવાન્સ ચૂકવણી કરવાની જરૂર નથી. ટેલિકોમની હરાજીમાં આ પ્રકારનો નિર્ણય પહેલી વખત જ લેવામાં આવ્યો છે. સ્પેકટ્રમ ખરીદનારા બિડરે તેની ચૂકવણી વીસ વર્ષના એક સમાન માસિક હપ્તામાં કરવાની રહેશે. આમ તેણે દર વર્ષના પ્રારંભમાં સ્પેકટ્રમ ખરીદીનો હપ્તો ચૂકવવાનો રહેશે.

દેશમાં ડિજિટલ કનેક્ટિવિટીમાં આ ફાઇવ-જી ટેકનોલોજી અત્યંત મહત્વની ઊભરીને આવે તેવી સંભાવના છે. માનવામાં આવે છે કે ફાઇવ-જી જો આ વર્ષે ચાલુ થાય તો 2025 સુધીમાં જ ભારતમાં ફાઇવ-જી ગ્રાહકોની સંખ્યા વધીને 50 કરોડ પર પહોંચી શકે છે. હાલમાં દેશમાં ફોર-જી ગ્રાહકોની સંખ્યા 80 કરોડથી વધારે છે. રિલાયન્સ અને એરટેલ જેવી કંપની ફાઇવ-જી ટેકનોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી ચૂકી છે અને તેઓ પાસે તેનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર પણ તૈયાર છે.

Your email address will not be published.