5G સ્પેકટ્રમ હરાજીઃ રિલાયન્સ 88 હજાર કરોડથી વધુ રકમ સાથે ટોપ બિડર

| Updated: August 2, 2022 4:18 pm

ટેલિકોમ વિભાગ દ્વારા આયોજિત 5G (#5G) નેટવર્ક હરાજીમાં રિલાયન્સ જિયો ($Reliance Jio) એ 700MHz, 800MHz, 1800MHz, 3300MHz અને 26GHzમાં 88,078 કરોડનું સ્પેકટ્રમ હસ્તગત કર્યુ છે. આ સ્પેકટ્રમ(Spectrum) ની ખરીદી રિલાયન્સ જિયોને વિશ્વનું સૌથી અદ્યતન 5જી નેટવર્ક બનાવવા ઉપરાંત વાયરલેસ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીમાં ભારતના વૈશ્વિક નેતૃત્વને વધુ મજબૂત બનાવવા સક્ષમ બનાવશે.

આ ઉપરાંત કંપનીનું 5જી નેટવર્ક આગામી પેઢીના ડિજિટલ સોલ્યુશનને સક્ષમ કરશે, જે 5 ટ્રિલિયન ડોલરથી વધુની વ્યવસ્થા બનવા તરફ ભારતની AI સંચાલિત કૂચને વેગ આપશે. સબ-ગીગાહરટ્ઝ હેઠળ કંપની પાસે 22 સર્કલોમાંના દરેકમાં 700 મેગાહર્ટ્ઝઅને 800 મેગાહરટ્ઝ બંને બેનડમાં ઓછામાં ઓછા 2X10 મેગાહરટ્ઝ સંલગ્ન સ્પેકટ્રમ સાથે સબ-ગીગાહર્ટ્ઝ સ્પેકટ્રમનો સૌથી વધુ જથ્થો છે.

વધુમાં મિડ-બેન્ડમાં જિયો એકમાત્ર ઓપરેટર છે, જે 1800 મેગાહર્ટઝ બેન્ડમાં ઓછામાં ઓછું 2X10 મેગાહર્ટ્ઝ ધરાવે છે. રિલાયન્સ છ કી સર્કલમાં  2X20 MHz અને 2300 મેગાહર્ટ્ઝ બેન્ડમાં 40 મેગાહરટ્ઝ અને 3300 મેગાહર્ટ્ઝમાં 100 મેગાહર્ટ્ઝ ધરાવે છે. આમ રિલાયન્સ તમામ 22 સર્કલ્સમાં બેન્ડ ધરાવે છે.

આ પણ વાંચોઃ ATMમાં રૂપિયા લોડ કરતી કંપનીના કર્મચારીઓએ જ કરી ચોરીઃ દસ લાખ ઉપાડી ગયા

આ ઉપરાંત જિયો પાસે 22 વર્તુળોમાં દરેક મિલિમીટર વેવ બેન્ડ (26 મેગાહર્ટ્ઝ)માં 1000 મેગાહર્ટ્ઝનો ઉપયોગ કરવાનો અધિકાર છે. આમ એન્ટરપ્રાઇઝ ઉપ્યોગના કેસોને સક્ષમ કરવા તેમજ ઉચ્ચ ગુણવત્તાની સ્ટ્રીમિંગ સેવાઓ પ્રદાન કરવા માટે નિર્ણાયક હશે.

આ સ્પેકટ્રમ બેન્ડ્સ 20 વર્ષના સમયગાળા માટે હસ્તગત કરવામાં આવ્યા છે અને તેની કિંમતના 88,078 કરોડ રૂપિયા છે. સ્પેકટ્રમ ચૂકવણી 20 સમાન વાર્ષિક હપ્તાઓથી કરવી પડશે. તેમા વાર્ષિક 7.2 ટકા વ્યાજની ગણતરી કરવામાં આવશે.  

આમ રિલાયન્સ જિયો આ સ્પેકટ્રમ માટે વર્ષે 7,877 કરોડની રકમની વાર્ષિક ચૂકવણી કરશે. ટેલિકોમ જાયન્ટ આમા 700 મેગાહરટ્ઝ માટે વર્ષે 3,512 કરોડ, 800 મેગાહરટ્ઝ માટે વર્ષે 94 કરોડ, 1800 મેગાહર્ટ્ઝ માટે વર્ષે 628 કરોડ, 3300 મેગાહર્ટ્ઝ ાટે 3,017 કરોડ અને 26 ગીગાહર્ટ્ઝ બેન્ડ માટે વર્ષે 625 કરોડ ચૂકવશે.

રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે અમે હંમેશા માનીએ છીએ કે ભારત પ્રગતિશીલ ટેકનોલોજીની શક્તિ અપનાવીને વિશ્વની અગ્રણી આર્થિક શક્તિ બનશે. આ દ્રષ્ટિ અને વિશ્વાસ હતો જેણે જિયોને જન્મ આપ્યો હતો. જિયો 4જીના રોલઆઉટે દર્શાવ્યુ છે કે આટલા મોટા સ્કેલ પર પણ ટેકનોલોજી સેવા પૂરી પાડી શકાય છે. હવે 5જી યુગમાં જિયો ભારતની નવી ડિજિટલ ક્રાંતિનું નેતૃત્વ કરવા તૈયાર છે.

Your email address will not be published.