8 મુસાફરોને લઈ જઈ શકે તેવા વાહનોમાં 6 એરબેગ ફરજિયાત: નીતિન ગડકરી

| Updated: January 15, 2022 5:07 pm

માર્ગ અકસ્માતના વધતા જતા બનોવને લઈ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં તેઓએ ટ્ટિટ કરી માહિતી આપી કેસ આઠ લોકોનું વહન કરતા મોટર વાહનો માટે લઘુત્તમ છ એરબેગ્સ ફરજિયાત બનાવવાના ડ્રાફ્ટ GSR નોટિફિકેશનને તેમણે મંજૂરી આપી દીધી છે.

નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું કે, “આ આખરે તમામ સેગમેન્ટમાં મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરશે, વાહનની કિંમત વેરિઅન્ટને ધ્યાનમાં લીધા વિના કરવું પડશે,”મંત્રાલયે પહેલાથી જ 1લી જુલાઈ 2019થી ડ્રાઈવર એરબેગ્સ અને ફ્રન્ટ કો-પેસેન્જર એરબેગ્સ આ વર્ષે 1લી જાન્યુઆરીથી લાગુ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

M1 વાહન કેટેગરીમાં, તે નક્કી કરવામાં આવ્યું છે કે આગળ અને પાછળના બંને કમ્પાર્ટમેન્ટ માટે આગળ અને પાછળની અથડામણની અસરને ઘટાડવા માટે ચાર વધારાની એરબેગ્સ ફરજિયાત છે.આમાં બે સાઇડ એરબેગ્સ અને બે બાજુના પડદા,ટ્યુબ એરબેગ્સ સામેલ હશે જે કારના તમામ મુસાફરોને આવરી લેશે. તેમણે કહ્યું કે ભારતમાં મોટર વાહનોને પહેલા કરતા વધુ સુરક્ષિત બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.

Your email address will not be published. Required fields are marked *