સુરતમાં કેમિકલના કારણે 6 લોકોના મોતની ઘટના : 4 કેમિકલ માફિયા ઝડપાયા

| Updated: January 7, 2022 6:08 pm

મુંબઈની વિકોલ ફાર્માસ્યુટિકલ કંપીનાના સંચાલકોએ 14 રૂપિયે એક લિટરના ભાવે કેમિકલના નિકાલનું કામ સોપ્યું હતું

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં કેમિકલ વેસ્ટ નિકાલ સમયે બનેલી ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓ ની ધરપકડ કરી છે, મુંબઈની વિકોલ ફાર્માસ્યુટિકલ કંપનીએ કેમિકલ વેસ્ટ નો નિકાલ કરવા વડોદરા ના આશિષ ગુપ્તાને કામ સોંપ્યું હતું

સચિન જીઆઇડીસીમાં બનેલી અતિગંભીર ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ એલ.સી.બી અને વડોદરા પોલીસની મદદ થી 4 આરોપીઓની ધરપકડ કરી છે

પકડાયેલા આરોપીઓ વિશે જાણો તમામ માહિતી
1) આરોપી પ્રેમસાગર ઓમપ્રકાશ ગુપ્તા- પ્રેમસાગર ગુપ્તા સચીન શીવનગર સોસાયટીમાં ” બાબા મહેન્દ્રનાથ રોડલાઇન્સ” ના નામથી છેલ્લા- પાંચ વર્ષથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. હાલમાં તેની પાસે બે ટ્રક છે. પ્રેમસાગર ગુપ્તા ધોરણ- 07 સુધી ભણેલ છે. છેલ્લા-15 વર્ષથી સુરતમાં રહે છે. 2009 ના વર્ષમાં પ્રોહીબીશન તથા 2016 ના વર્ષમાં જુગારધામ તથા નેગોશીયબલ એક્ટ મુજબના ગુના નોંધાયેલ છે.

2) આરોપી આશિષકુમાર દુધનાથ ગુપ્તા- ધોરણ-8 સુધી ભણેલ છે. તથા સ્વેતા ટ્રાન્સપોર્ટના નામથી રણોલી વડોદરા ખાતે ટ્રાન્સપોર્ટનો ધંધો ચલાવે છે.

(3) આરોપી જયપ્રતાપ રામકિશોર તોમર- ચારેક મહીનાથી અંકલેશ્વર સ્ટેશનરોડ ઓમકાર શોપિંગ સેન્ટર- ૨ માં યુનિટી સ્મોલ ફાયનાન્સ બેંકમાં લોન ડીપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. તેણે એસ.વાય.બી.કોમ સુધી એમ.એસ.યુનિવર્સીટી વડોદરા ખાતે અભ્યાસ કરેલ છે.

(4) આરોપી વિશાલ ઉર્ફે છોટુ અનિલકુમાર યાદવ- અંકલેશ્વર GIDC પ્રણામા ચોકડી કન્ટીનર – ૮ ખાતે શ્રી સાંઇ બોડી બિલ્ડરના નામથી ગેરેજ ચલાવે છે. ધોરણ-10 સુધી અભ્યાસ કરેલો છે.

આ અંગે માહિતી આપતા પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે સુરતની આ ગમખ્વાર ઘટનામાં મુંબઈની વિકોલ ફાર્માસ્યુટિકલ કંપની સુધી તપાસ નો રેલો પહોંચ્યો છે, કંપીનાના સંચાલકોએ 14 રૂપિયે એક લિટરના ભાવે વડોદરાના સંગમ એન્વાયરો નામની કંપનીના સંચાલક આશિષ ગુપ્તા ને કેમિકલ વેસ્ટનો નિકાલ કરવાની કામગીરી સોંપી હતી, આશિષ ગુપ્તાએ ભરૂચ અને અંકલેશ્વર ના જયપ્રતાપ અને વિશાલ ઉર્ફે છોટુ ને કામ સોંપ્યું હતું આ બન્ને આરોપીઓએ અંકલેશ્વર નજીક હાઇવે ઉપર આવેલી હોટલ ડિસન્ટ ખાતે મુંબઈ ની વિકોલ ફાર્માસ્યુટિકલ માંથી આવેલું કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર સચિન જીઆઇડીસીમાં દુર્ઘટના માં જવાબદાર ટેન્કર નંમ્બર gj 6 zz 6221માં કેમિકલ વેસ્ટ ટ્રાન્સફર કર્યું હતું અને ડ્રાયવર સુરેન્દ્રસિંહ મારફત સુરત સચિન મોકલી આપ્યું હતું, સચિનમાં પ્રેમ ગુપ્તાએ પાયલોટિંગ કરી આ ટેન્કર ને સચિનજીઆઇડીસીમાં ખાલી કરવાની જગ્યા બતાવી હતી, મુંબઈ વિકોલ ફાર્માસ્યુટિકલ કંપની ખાતે પણ ક્રાઇમ બ્રાન્ચ ની એક ટિમ હાલ તપાસ કરી રહી છે,સાથે સાથે અન્ય સ્થળ ભરૂચ અને અંકલેશ્વર માં પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. જે કેમિકલ સચિનની વિશ્વ પ્રેમ ડાઈનગ નજીક ખાડી માં ઠાલવવામાં આવ્યું હતું તે કેમિકલ સોડિયમ હાઇડ્રો સલ્ફાઈડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

અહેવાલ – મયુર મિસ્ત્રી

Your email address will not be published.