ભરૂચમાં 60 વર્ષીય વૃદ્ધે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચરી, તંત્રમાં ભારે દોડધામ

| Updated: August 4, 2022 6:32 pm

ભરૂચમાં એક 60 વર્ષીય વૃદ્ધે સ્વતંત્ર પર્વની ઉજવણી દરમ્યાન આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી તંત્રને દોડતું કર્યું છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે અશોક મહેતા નામના આ વ્યક્તિની અટકાયત કરી મામલો થાળે પાડવા સમજાવટ અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સહિતના પ્રયાસ હાથ ધર્યા છે.

ભરૂચના શ્રવણ ત્રણ રસ્તા નજીક દબાણ દૂર કરવા મામલે તંત્ર રસ ન લેતું હોવાના આક્ષેપ સાથે આ વ્યક્તિએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ન્યાય ન મળે તો 15 ઓગસ્ટ સરકારી કાર્યક્રમ દરમ્યાન તેણે આમવિલોપન કરી નાખવાની ચીમકી આપી છે.

60 વર્ષીય અશોકભાઇ વસંતલાલ મહેતાએ સરકારના અલગ – અલગ વિભાગોમાં અરજી કરતા જણાવ્યું છે કે, તંત્રને શ્રવણ ત્રણ રસ્તા નજીક ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણ દુર કરવા માટે તેણે વારંવાર અરજીઓ કરી છે. દબાણ દૂર કરવા માટે સરકારી કચેરીઓમા રજૂઆત કરવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી એડીશનલ ચીફ ટાઉન પ્લાનર સાહેબનાઓને મુલાકાત માટેનો સમય માંગ્યો હતો, પરંતુ તેઓ તરફથી પણ સમય આપવામાં ન આવતા કંટાળી અશોક મહેતાએ તા. 15/08/2022 પહેલા દબાણ દુર કરવા કે આ બાબતે કાયદેસરની કોઇ કાર્યવાહી કરવામા નહી આવે તો સ્વતંત્ર પર્વના સરકારી કાર્યક્રમ વચ્ચે આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.

Your email address will not be published.