સ્ટેચ્યૂ ઓફ યુનિટિની 75 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ગત 31 મી ઓક્ટોબર 2018 ના રોજ વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટિ (75 lakh tourists visited SOU) નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે સૌથી મનપસંદ સ્થળમાંથી એક બન્યું છે.
આ પણ વાંચો: કેવડિયાના આકર્ષણમાં નવો ઉમેરો, આ ત્રણ પ્રાણીઓના બચ્ચાથી ઉમેરાશે વધુ આકર્ષણ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધી 75 લાખ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હોવાનું પીએમ મોદીએ ટ્વિટ કરી માહિતી આપી છે. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, કોરોના કાળ પેહલા ખૂબ ઓછા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની (75 lakh tourists visited SOU) 45 લાખ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
ત્યારે કોરોના મહામારી હોવા છતા 75 લાખથી વધારે લોકોએ આ પ્રર્યટન સ્થળની મુલાકાત લીધી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કેવડિયા જંગલ સફારી પાર્કમાં (75 lakh tourists visited SOU) ત્રણ વન્યપ્રાણીઓની જોડીઓ લાવવામાં આવી છે અને તેને લઇને અને આ પ્રાણીઓને પાંજરાઓમાં રાખવામાં આવ્યા છે અને તેને બહાર ખૂલ્લા મૂકવામાં આવ્યા નથી.
હાલમાં આ જંગલ સફારી પાર્કમાં વાઈલ્ડ ડોગ, વરુ અને જંગલી રિછ લાવવામાં આવ્યા છે. આ તમામ પ્રાણીઓ ને જોડીમાં લાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વિશ્વસ્તરે ખ્યાતિ મળ્યા બાદ કેવડિયાની ઓળખ બદલાઈ, જાણો કેવી રીતે?
કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.
પશુઓની કાળજી રાખનારાઓની તો તે તબીબો તરફથી યોગ્ય માવજતને કારણે આ સ્થળે અલ્પાકાનું પ્રજનન,ગર્ભાધાન અને બાળ જન્મ,આ બધું શક્ય બન્યું જોવા મળી રહ્યું છે.
કેવડિયા જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓના પરિવારમાં વધારો કરવામાં આવ્યો છે અને તેને અલ્પાકા,બ્લેક સ્વાન,કોટન ટોપ ટેમરિન અને સ્પિરલ મન્કીના પરિવારમાં બચ્ચાઓનો જન્મ થયો હોવાની વાત સામે આવી છે.
તેની સાથે ગુજરાત માટે નવલા નજરાણા જેવી કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું જોવા મળી રહ્યું છે. લોકો આ સ્થળને હાલ સૌથી વધારે પસંદ પણ કરી રહ્યા છે.